કોરોના@દેશઃ 24 કલાકમાં 23,068 કેસ નોંધાયા, 336ના મોત, કુલ મૃત્યુંઆંક 1,47,092

અટલ સમાચાર, ડેસ્ક સમગ્ર દેશવાસીઓ કોરોના વેક્સીનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. બીજી તરફ કોરોના સંક્રમણના 24 કલાકમાં નોંધાતા આંકડાઓ રાહતના સમાચાર આપી રહ્યા છે. સંક્રમિત થનારા લોકોની સંખ્યા 25 હજારથી નીચે નોંધાઈ રહ્યા છે. પરંતુ મૃત્યુઆંક 300થી ઉપર જ રહે છે. શુક્રવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં
 
કોરોના@દેશઃ 24 કલાકમાં 23,068 કેસ નોંધાયા, 336ના મોત, કુલ મૃત્યુંઆંક 1,47,092

અટલ સમાચાર, ડેસ્ક

સમગ્ર દેશવાસીઓ કોરોના વેક્સીનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. બીજી તરફ કોરોના સંક્રમણના 24 કલાકમાં નોંધાતા આંકડાઓ રાહતના સમાચાર આપી રહ્યા છે. સંક્રમિત થનારા લોકોની સંખ્યા 25 હજારથી નીચે નોંધાઈ રહ્યા છે. પરંતુ મૃત્યુઆંક 300થી ઉપર જ રહે છે. શુક્રવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 23,068 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 336 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,01,46,846 થઈ ગઈ છે.

નોંધનીય છે કે, ભારતમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 97 લાખ 17 હજાર 834 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 24,661 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 2,81,919 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,47,092 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

વિશેષમાં, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ શુક્રવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 24 ડિસેમ્બર સુધીમાં ભારતમાં કુલ 16,63,05,762 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, ગુરુવારના 24 કલાકમાં 9,97,396 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.