કોરોના@દેશઃ ગત 24 કલાકમાં 36,469 કેસ, 488ના મોત, કુલ 79.46 લાખ દર્દી

અટલ સમાચાર, ડેસ્ક કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 36,469 નવા દર્દીઓ નોંધાયા છે. આ સાથે દેશમાં કોરોનાના કુલ કેસનો આંકડો 79,46,429 પર પહોંચ્યો છે. જેમાંથી 6,25,857 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. જ્યારે 72,01,070 દર્દીઓ સાજા થઈ ગયા છે. એક જ દિવસમાં કોરોનાથી 488 લોકોએ જીવ ગુમાવ્યા. દેશમાં કોરોનાથી કુલ
 
કોરોના@દેશઃ ગત 24 કલાકમાં 36,469 કેસ, 488ના મોત, કુલ 79.46 લાખ દર્દી

અટલ સમાચાર, ડેસ્ક

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 36,469 નવા દર્દીઓ નોંધાયા છે. આ સાથે દેશમાં કોરોનાના કુલ કેસનો આંકડો 79,46,429 પર પહોંચ્યો છે. જેમાંથી 6,25,857 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. જ્યારે 72,01,070 દર્દીઓ સાજા થઈ ગયા છે. એક જ દિવસમાં કોરોનાથી 488 લોકોએ જીવ ગુમાવ્યા. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 1,19,502 પર પહોંચ્યો છે. દેશમાં ધીરે ધીરે મૃત્યુનો દર ઘટી રહ્યો છે અને રિકવરી રેટ વધી રહ્યો છે જે ખુબ સારા સંકેત છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઈન્ડિયન મેડિકલ કાઉન્સિલના જણાવ્યાં મુજબ દેશભરમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 10,44,20,894 ટેસ્ટિંગ થયા છે. જેમાંથી 9,58,116 ટેસ્ટ ગઈ કાલે હાથ ધરાયા હતા.

કેન્દ્રીય મંત્રી પ્રતાપ સારંગીએ કહ્યું કે દેશના તમામ નાગરિકોને કોવિડ-19ની રસી વિના મૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવશે. પ્રતાપ સારંગી બાલાસોરમાં એક ચૂંટણી સભા બાદ પત્રકારો સાથે વાતચીત કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર દેશના તમામ નાગરિકોને કોરોનાની રસી વિના મૂલ્યે આપશે. ભાજપ દ્વારા બિહારના લોકોને કોવિડ-19ની રસી વિના મૂલ્યે ઉપલબ્ધ કરાવવાની જાહેરાત બાદ વિપક્ષી દળોએ સત્તાધારી એનડીએ પર મહામારીનો રાજકીય લાભ ખાટવા ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો. કારણ કે બિહારમાં વિધાનસભા ચૂંટણીનો પ્રચાર ચાલુ છે.