કોરોના@દેશઃ એક દિવસમાં 18833 લોકો સંક્રમિત થયા, 278નાં મોત

અટલ સમાચાર, ડેસ્ક ભારતમાં કોરોનાના એક્ટિવ કેસો આજે 203 દિવસમાં સૌથી ઓછા નોંધાયા છે. દેશમાં કોરોના સંક્રમણના કેસ 20 હજારથી ઓછા નોંધાયા છે. સૌથી વધુ ચિંતાનું કારણ કેરળ રાજ્ય છે, જ્યાં એક દિવસમાં 9 હજારથી વધુ લોકો સંક્રમિત થયા છે. બીજા નંબરે મહારાષ્ટ્ર છે જ્યાં 24 કલાકમાં 2400 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. ગુજરાતમાં નવરાત્રિના
 
કોરોના@દેશઃ એક દિવસમાં 18833 લોકો સંક્રમિત થયા, 278નાં મોત

અટલ સમાચાર, ડેસ્ક

ભારતમાં કોરોનાના એક્ટિવ કેસો આજે 203 દિવસમાં સૌથી ઓછા નોંધાયા છે. દેશમાં કોરોના સંક્રમણના કેસ 20 હજારથી ઓછા નોંધાયા છે. સૌથી વધુ ચિંતાનું કારણ કેરળ રાજ્ય છે, જ્યાં એક દિવસમાં 9 હજારથી વધુ લોકો સંક્રમિત થયા છે. બીજા નંબરે મહારાષ્ટ્ર છે જ્યાં 24 કલાકમાં 2400 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. ગુજરાતમાં નવરાત્રિના પ્રારંભ પહેલા કોરોનાની સ્થિતિ મહદઅંશે કાબૂમાં છે. પરંતુ ઘણા લાંબા અંતરાળ બાદ મંગળવારે એક કોરોના દર્દીનું રાજ્યમાં નિધન થયું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બુધવાર સવારે કેન્દ્રીય આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 18,833 નવા (Corona Cases in India) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 278 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,38,71,881 થઈ ગઈ છે. આ ઉપરાંત, દેશમાં કુલ 92,17,65,405 કોરોના વેક્સીન (Covid19 Vaccine Campaign)ના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 99,48,360 કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.