કોરોના@દેશઃ ગત 24 કલાકમાં 69,921 કેસ, 819ના મોત, કુલ 36.91 લાખ દર્દી

અટલ સમાચાર, ડેસ્ક સોમવારે 78 હજારથી વધુ કેસ નોંધાયા હતા. પરંતુ મંગળવારે થોડા રાહત આપતા આંકડા સામે આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, 69,921 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોરોના વાયરસના કારણે 819 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 36,91,167 થઈ ગઈ છે.
 
કોરોના@દેશઃ ગત 24 કલાકમાં 69,921 કેસ, 819ના મોત, કુલ 36.91 લાખ દર્દી

અટલ સમાચાર, ડેસ્ક

સોમવારે 78 હજારથી વધુ કેસ નોંધાયા હતા. પરંતુ મંગળવારે થોડા રાહત આપતા આંકડા સામે આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, 69,921 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોરોના વાયરસના કારણે 819 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 36,91,167 થઈ ગઈ છે. વિશેષમાં, દેશમાં કોવિડ-19ની મહામારી સામે લડીને 28 લાખ 39 હજાર 883 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ 7,85,996 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 65,288 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ મંગળવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 30 ઓગસ્ટ સુધીમાં ભારતમાં કુલ 4,33,24,834 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, સોમવારના 24 કલાકમાં 10,16,920 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં હાલમાં 15631 કેસ એક્ટિવ છે, આ પૈકીના 79 વેન્ટિલેટર પર છે. જ્યારે 15,552 સ્ટેબલ કેસ છે. રાજ્યમાં અત્યારસુધીમાં 77782 દર્દીઓ સાજા થયા છે જેના કારણે રિકવરી રેટ 80.66 ટકા થઈ ગયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 66,363 ટેસ્ટ કર્યા હોવાનો તંત્રનો દાવો છે, જેના કારણે રાજ્યનો પ્રતિદિન પ્રતિ મીલીયન ટેસ્ટનો દર 1020.96એ પહોંચી ગયો છે.