કોરોના@દેશઃ ગત 24 કલાકમાં 70,496 કેસ, 964ના મોત, કુલ 69.6 લાખ દર્દી

અટલ સમાચાર, ડેસ્ક છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 70 હજારથી વધારે નવા કેસ નોંધાયા છે. દેશમાં 24 કલાકમાં નવા 70,496 કેસ નોંધાયા છે. જ્યારે આ સમય દરમિયાન કોરોનાથી 78,365 લોકો સાજા થયા છે. સાજા થવાનો દર 85.5 ટકા રહ્યો છે. આ સાથે દેશમાં 24 કલાકમાં 964 લોકોનાં કોરોનાથી મૃત્યું થયા છે. દેશમાં અત્યાર
 
કોરોના@દેશઃ ગત 24 કલાકમાં 70,496 કેસ, 964ના મોત, કુલ 69.6 લાખ દર્દી

અટલ સમાચાર, ડેસ્ક

 

છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 70 હજારથી વધારે નવા કેસ નોંધાયા છે. દેશમાં 24 કલાકમાં નવા 70,496 કેસ નોંધાયા છે. જ્યારે આ સમય દરમિયાન કોરોનાથી 78,365 લોકો સાજા થયા છે. સાજા થવાનો દર 85.5 ટકા રહ્યો છે. આ સાથે દેશમાં 24 કલાકમાં 964 લોકોનાં કોરોનાથી મૃત્યું થયા છે. દેશમાં અત્યાર સુધી કોરોનાને કારણે કુલ 1,06,490 લોકોમાં મૃત્યું થયા છે. દેશમાં મોતની ટકાવારી 1.5 ટકા છે.

આ સાથે દેશમાં સક્રિય કેસની સંખ્યા 8,93,592 પર પહોંચી છે. દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 69,06,151 થઈ છે. જેમાંથી કુલ 59,06,069 દર્દી સાજા થયા છે. કુલ પોઝિટિવ કેસની દ્રષ્ટિએ ભારતનું સ્થાન વિશ્વમાં બીજા નંબર પર રહ્યું છે. આ સાથે સતત છઠ્ઠા દિવસે દેશમાં કોરોનાથી મોતની સંખ્યા એક હજારથી ઓછી રહી છે. સાથે જ સતત છઠ્ઠા દિવસે દેશમાં કોરોનાને પોઝિટિવ કેસની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કુલ સક્રિય કેસ પણ હવે નવ લાખથી નીચે આવી ગયા છે. ગઈકાલે 78.5 હજાર કોરોનાના કુલ પોઝિટિવ કેસ નોંધાયા હતા. બીજી તરફ કેરળમાં 17 દિવસ બાદ પોઝિટિવ કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. તામિલનાડુની વાત કરવામાં આવે તો અહીં મોતનો આંકડો 10 હજારને પાર કરી ગયો છે.

નવી દિલ્હીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ત્રણ લાખ થઈ ગઈ છે. ગુરુવારે દિલ્હીમાં કોરોનાના નવાં 2,726 કેસ નોંધાયા છે. દિલ્હીમાં ગુરુવાર સુધી કોરોનાના ત્રણ લાખ 833 કેસ નોંધાયા છે. દિલ્હીમાં દર્દીઓની સંખ્યા એક લાખ પહોંચતા 126 દિવસ લાગ્યા હતા. બાદમાં એક લાખમાંથી બે લાખ સુધી પહોંચવામાં 65 દિવસ લાગ્યા હતા. હવે બે લાખમાંથી ત્રણ લાખ કેસ થવામાં ફક્ત 29 દિવસ લાગ્યા છે. આ સાથે દિલ્હીમાં કોરોનાથી કુલ મૃત્યાંક 5,653 થઈ છે. દિલ્હીમાં અત્યાર સુધી કોરોનાથી 2,72,948 લોકો સાજા થયા છે. દિલ્હીમાં કોવિડ 19નો પ્રથમ કેસ બીજી માર્ચના રોજ આવ્યો હતો.