કોરોના@દેશઃ એક જ દિવસમાં 75,083 કેસ, 1,053ના મોત, કુલ 55.62 લાખ દર્દી

અટલ સમાચાર, ડેસ્ક ભારતમાં કોવિડ-19થી સંક્રમિત થયેલા લોકોના આંકડામાં મંગળવારે મોટો ઘટાડો નોંધાયો છે. નવા કેસોની સંખ્યા આજે ઘટીને 75 હજાર નોંધાઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 75,083 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19ના કારણે 1,053 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની
 
કોરોના@દેશઃ એક જ દિવસમાં 75,083 કેસ, 1,053ના મોત, કુલ 55.62 લાખ દર્દી

અટલ સમાચાર, ડેસ્ક

ભારતમાં કોવિડ-19થી સંક્રમિત થયેલા લોકોના આંકડામાં મંગળવારે મોટો ઘટાડો નોંધાયો છે. નવા કેસોની સંખ્યા આજે ઘટીને 75 હજાર નોંધાઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 75,083 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19ના કારણે 1,053 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 55, 62,664 થઈ ગઈ છે.

કોરોના@દેશઃ એક જ દિવસમાં 75,083 કેસ, 1,053ના મોત, કુલ 55.62 લાખ દર્દી
જાહેરાત

દેશમાં કોવિડ-19ની મહામારી સામે લડીને 44 લાખ 97 હજાર 868 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ 9,75,861 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 88,935 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.બીજી તરફ, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ મંગળવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 21 સપ્ટેમ્બર સુધીમાં ભારતમાં કુલ 6,53,25,779 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, સોમવારના 24 કલાકમાં 9,33,185 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાતમાં 21 સપ્ટેમ્બરે કોરોના વાયરસના 1430 નવા કેસ પોઝિટિવ નોંધાયા છે, જ્યારે 1330 દર્દીઓ સાજા થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. 24 કલાક દરમિયાન રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં કોરોના વાયરસના 17 દર્દીનાં મોત થયા છે. દરમિયાન રાજ્યમાં પોઝિટિવ કેસનો આંકડો ને 1,24,767 એ પહોંચી ગયો છે. ગુજરાતમાં 24 કલાકમાં અમદાવાદમાં 3, ભાવનગરમાં 2 સુરતમાં 2, વડોદરામાં 4, ગીરસોમનાથમાં 1 અને રાજકોટમાં 1 મળીને કુલ 17 મૃત્યુ થયા છે. આ સાથે મૃત્યુનો આંકડો 3339 થયો છે.