કોરોના@દેશઃ 24 કલાકમાં 78,357 નવા કેસ, 1045 દર્દીના મોત

અટલ સમાચાર, ડેસ્ક કોરોના સંક્રમિત લોકોની સંખ્યામાં મંગળવારે આંશિક ઘટાડો નોંધાયા બાદ બુધવારે જાહેર થયેલા આંકડામાં ફરી મોટો ઉછાળો નોંધાયો છે અને પોઝિટિવ કેસોનો આંક 78 હજારને પાર થઈ ગયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, 78,357 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોરોના વાયરસના કારણે 1045 દર્દીઓએ પોતાના જીવ
 
કોરોના@દેશઃ 24 કલાકમાં 78,357 નવા કેસ, 1045 દર્દીના મોત

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના સંક્રમિત લોકોની સંખ્યામાં મંગળવારે આંશિક ઘટાડો નોંધાયા બાદ બુધવારે જાહેર થયેલા આંકડામાં ફરી મોટો ઉછાળો નોંધાયો છે અને પોઝિટિવ કેસોનો આંક 78 હજારને પાર થઈ ગયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, 78,357 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોરોના વાયરસના કારણે 1045 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 37,69,524 થઈ ગઈ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ ઉપરાંત, દેશમાં કોવિડ-19ની મહામારી સામે લડીને 29 લાખ 1 હજાર 909 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ 8,01,282 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 66,333 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ બુધવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 1 સપ્ટેમ્બર સુધીમાં ભારતમાં કુલ 4,43,37,201 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, મંગળવારના 24 કલાકમાં 10,12,367 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

આ દરમિયાન રાજ્યમાં 24 કલાકમાં અમદાવાદમાં 4, સુરતમાં 6, ગીરસોમનાથમાં 1, જામનગરમાં 1, વડોદરામાં 2 મળીને કુલ 14 દર્દીનાં મોત થયા છે. ઉલ્લેખનીય છે કે આજે રાજકોટની જુદી જુદી હૉસ્પિટલમા મળીને કુલ 21 દર્દીના મોત થયા હોવા છતાં તેમનો સમાવેશ કોરોનાના મૃતકોની યાદીમાં ન કરવામાં આવતા ગંભીર સવાલો સર્જાયા છે.