કોરોના@દેશઃ એક જ દિવસમાં 86,961 કેસ, 1,130ના મોત, કુલ 54.87 લાખ દર્દી

અટલ સમાચાર, ડેસ્ક ભારતમાં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોના વાયરસના નવા કેસોમાં આંશિકા ઘટાડો નોંધાયો છે અને તે આંક 90 હજારની નીચે રહ્યો છે. ચોવીસ કલાકમાં કોવિડ-19 ટેસ્ટિંગની પણ સંખ્યા ઓછી હોવાના કારણે આંકડામાં ઘટાડો આવ્યો હોઈ શકે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 86,961 નવા પોઝિટિવ કેસો નોંધાયા
 
કોરોના@દેશઃ એક જ દિવસમાં 86,961 કેસ, 1,130ના મોત, કુલ 54.87 લાખ દર્દી

અટલ સમાચાર, ડેસ્ક

ભારતમાં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોના વાયરસના નવા કેસોમાં આંશિકા ઘટાડો નોંધાયો છે અને તે આંક 90 હજારની નીચે રહ્યો છે. ચોવીસ કલાકમાં કોવિડ-19 ટેસ્ટિંગની પણ સંખ્યા ઓછી હોવાના કારણે આંકડામાં ઘટાડો આવ્યો હોઈ શકે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 86,961 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19ના કારણે 1,130 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 54,87,581 થઈ ગઈ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉલ્લેખનીય છે કે, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ સોમવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 20 સપ્ટેમ્બર સુધીમાં ભારતમાં કુલ 6,43,92,594 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, રવિવારે 24 કલાકમાં 7,31,534 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

કોરોના@દેશઃ એક જ દિવસમાં 86,961 કેસ, 1,130ના મોત, કુલ 54.87 લાખ દર્દી
જાહેરાત

ગુજરાતમાં કોરોના વાયરસનો યથાવત રહ્યો છે. રવિવારે 24 કલાકમાં વધુ 1407 કેસ નોંધાયા છે. જ્યારે 1204 દર્દીઓ સાજા થઈને ઘરે ગયા છે. અત્યાર સુધીમાં 1,03,775 દર્દીઓ સાજા થઈને ઘરે ગયા છે. આમ સાજા થવાનો દર રાજ્યનો 84.14 ટકા થયો છે. આજે રાજ્યમાં કુલ 17 લોકોએ કોરોનામાં જીવ ગુમાવ્યો હતો. આમ મૃત્યું આંક 3322એ પહોંચ્યો છે. રાજ્યમાં અત્યારે 16240 એક્ટિવ કેસ છે. કુલ કોરોના દર્દીઓનો આંકડો 1,23,337એ પહોંચી છે.