કોરોના વિસ્ફોટ: આ રાજ્યમાં દર કલાકે 5 લોકો ગુમાવી રહ્યા છે જીવ

અટલ સમાચાર, ડેસ્ક દિલ્હીમાં સાંકડી ગલીઓમાં હવે કોરોનાનો સર્વે શરુ કરવામાં આવ્યો છે. દિલ્હી સરકારના આ અભિયાનનો ભાગ સરકારી સ્કૂલોના શિક્ષકો બનશે. શિક્ષકોના જણાવ્યાનુંસાર દરેક ટીમ 1 દિવસમાં 60 ઘરો સુધી પહોંચશે. અંદાજીત 300 લોકોની તપાસ કરવાની રહેશે. દિલ્હીમાં કોરોના ઘેર ઘેર પહોંચી રહ્યો છે ત્યારે આ મહામારીમા મોર્ચો ઉઠાવવા માટે બચાવ અને ઉપાય બન્નેની
 
કોરોના વિસ્ફોટ: આ રાજ્યમાં દર કલાકે 5 લોકો ગુમાવી રહ્યા છે જીવ

અટલ સમાચાર, ડેસ્ક

દિલ્હીમાં સાંકડી ગલીઓમાં હવે કોરોનાનો સર્વે શરુ કરવામાં આવ્યો છે. દિલ્હી સરકારના આ અભિયાનનો ભાગ સરકારી સ્કૂલોના શિક્ષકો બનશે. શિક્ષકોના જણાવ્યાનુંસાર દરેક ટીમ 1 દિવસમાં 60 ઘરો સુધી પહોંચશે. અંદાજીત 300 લોકોની તપાસ કરવાની રહેશે. દિલ્હીમાં કોરોના ઘેર ઘેર પહોંચી રહ્યો છે ત્યારે આ મહામારીમા મોર્ચો ઉઠાવવા માટે બચાવ અને ઉપાય બન્નેની ઘેરા બંધી જરુરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

દિલ્હીમાં કોરોનાને લીધે સરેરાશ દર કલાકે 5 લોકોના મોત થઈ રહ્યા છે. દિલ્હીમાં સતત ચોથા દિવસે કોરોનાને કારણે 100થી વધારે લોકોના મોત થયા છે. ગત 24 કલાકમાં રાજધાનીમાં 121 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. જ્યારે આ દરમિયાન 4454 નવા કોરોનાના દર્દીઓ દાખલ થાય છે. ત્યારે 24 કલાકમાં કોરોનાને હરાવનારાની સંખ્યા 7 હજારથી વધારે છે.

કોરોનાની સ્થિતિને જોતા તેને પહોંચી વળવાના ઉપાયો પર સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ફટકાર લગાવી છે. કોર્ટે કેજરીવાલ સરકારને પૂછ્યું કે દિલ્હીમાં કોરોના આઉટ ઓફ કન્ટ્રોલ કેમ છે. કાબુમાં લેવા શું પ્લાન છે. કોર્ટે તમામ રાજ્યોને 3 દિવસમાં સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવા કહ્યું છે.