કોરોના@ગાંધીનગર: ડી-માર્ટમાં ફરજ બજાવતી 3 મહિલા કર્મચારી પોઝિટીવ

અટલ સમાચાર, ગાંધીનગર ગુજરાતના પાટનગરમાં દિનપ્રતિ દિન કોરોનાનો કહેર વધી રહ્યો છે. ગાંધીનગરમાં શુક્રવારે સાંજ સુધીમાં 21 પોઝિટીવ કેસ નોંધાયા છે. જેમાં ગાંધીનગરમાં ડી-માર્ટમાં ફરજ બજાવતી 3 મહિલા કર્મચારીનો કોરોના પોઝિટીવ આવ્યો છે. આ મહિલાઓનો કોરોના પોઝિટીવ આવતા આસપાસમાં ભયનો માહોલ સર્જાયો છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો ગાંધીનગરના ડી-માર્ટની જે ત્રણ
 
કોરોના@ગાંધીનગર: ડી-માર્ટમાં ફરજ બજાવતી 3 મહિલા કર્મચારી પોઝિટીવ

અટલ સમાચાર, ગાંધીનગર

ગુજરાતના પાટનગરમાં દિનપ્રતિ દિન કોરોનાનો કહેર વધી રહ્યો છે. ગાંધીનગરમાં શુક્રવારે સાંજ સુધીમાં 21 પોઝિટીવ કેસ નોંધાયા છે. જેમાં ગાંધીનગરમાં ડી-માર્ટમાં ફરજ બજાવતી 3 મહિલા કર્મચારીનો કોરોના પોઝિટીવ આવ્યો છે. આ મહિલાઓનો કોરોના પોઝિટીવ આવતા આસપાસમાં ભયનો માહોલ સર્જાયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગાંધીનગરના ડી-માર્ટની જે ત્રણ મહિલા કર્મચારીઓનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, તેમાં સેક્ટર 24 ઈન્દિરાનગર ખાતે રહેતી 21 વર્ષીય મહિલા, ગોકુળપુરાની 19 વર્ષીય મહિલા અને કલોલના સોજા ગામની 25 વર્ષીય મહિલાનો સમાવેશ થાય છે. મહત્વનું છે કે, શાકભાજીવાળા અને કરિયાણાની વેપારીઓ બાદ મોલના કર્મચારીઓ કોરોનાગ્રસ્ત થતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.