કોરોનાઃ અમદાવાદીઓ માટે આવ્યા ખુશીના સમાચાર, આજથી કાંકરિયા ખૂલશે

અટલ સમાચાર, ડેસ્ક આજથી એટલે પહેલી ઓક્ટોબરથી અમદાવાદનું હૃદયસમુ કાકંરિયા મુલાકાતીઓ માટે ખુલવાનું છે. નોંધનીય છે કે, કોરોના વાયરસનાં સંક્રમણને કારણે 17 માર્ચથી કાંકરિયા પ્રાણી સંગ્રહાલય બંધ કરવામાં આવ્યું હતું. આજથી કાંકરિયા પ્રાણી સંગ્રહાલય, બટર ફ્લાય ગાર્ડ સહિત જે જગ્યાઓ ખુલ્લી છે તે ખુલ્લી મુકાશે. પરંતુ લેકફ્રન્ટમાં નાસ્તાના સ્ટોલ અને પાણીમાં અન્ય એમ્યુઝમેન્ટ હમણાં ચાલુ
 
કોરોનાઃ અમદાવાદીઓ માટે આવ્યા ખુશીના સમાચાર, આજથી કાંકરિયા ખૂલશે

અટલ સમાચાર, ડેસ્ક

આજથી એટલે પહેલી ઓક્ટોબરથી અમદાવાદનું હૃદયસમુ કાકંરિયા મુલાકાતીઓ માટે ખુલવાનું છે. નોંધનીય છે કે, કોરોના વાયરસનાં સંક્રમણને કારણે 17 માર્ચથી કાંકરિયા પ્રાણી સંગ્રહાલય બંધ કરવામાં આવ્યું હતું. આજથી કાંકરિયા પ્રાણી સંગ્રહાલય, બટર ફ્લાય ગાર્ડ સહિત જે જગ્યાઓ ખુલ્લી છે તે ખુલ્લી મુકાશે. પરંતુ લેકફ્રન્ટમાં નાસ્તાના સ્ટોલ અને પાણીમાં અન્ય એમ્યુઝમેન્ટ હમણાં ચાલુ નહીં થાય. જોકે, અહીં આવનાર તમામને માસ્ક વગર અંદર આવવા દેવામાં નહીં આવે. કાંકરિયામાં કામ કરતા સ્ટાફનાં પણ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યાં છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

માત્ર 1,3 અને 4 નંબરના દરવાજેથી જ એન્ટ્રી મળી શકશે. 1000 મુલાકાતીઓ જ એક તબક્કામાં પ્રવેશ અપાશે, જે પૈકી જેટલા મુલાકાતીઓ બહાર નીકળશે તેટલા બીજા મુલાકાતીઓને પ્રવેશ અપાશે. કિડઝ ઝોન સહિતના અન્ય તમામ આકર્ષણો પણ હજુ બંધ જ રહેશે. અંદર પ્રવેશ પહેલા તમામ મુલાકાતીનું ટેમ્પરેચર મપાશે, હાથ સેનિટાઇઝ કરાશે, માસ્ક પહેરેલું હશે તો જ પ્રવેશ અપાશે. મુલાકાતીઓએ પોતાનો નાસ્તો અને પાણીની બોટલ પણ ઘરેથી સાથે લાવવી પડશે, કાંકરિયામાં કોઇ વસ્તુનું વેચાણ થશે નહીં.

વોકિંગને મંજૂરી આપવામાં આવી- કરી શકાય કાંકરિયા લેકફ્રન્ટમાં આજથી ચાલવા આવનાર માટે પણ મંજૂરી આપવામાં આવી છે. જોકે તેમને કસરત કરવાની કે બેસવાની પરવાનગી નહીં આપવામાં આવે. તેમણે માસ્ક ફરજિયાત પહેરવો પડશે અને થૂંકવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.