કોરોના@ગુજરાતઃ એક જ દિવસમાં 1020 કેસ, 25ના મોત, 898 દર્દી સાજા થયા

અટલ સમાચાર, ડેસ્ક રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. આજે રાજ્યમાં કુલ 20735 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ 319. પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,54,839 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓના 1020 દર્દી નોંધાયા છે. આજે
 
કોરોના@ગુજરાતઃ એક જ દિવસમાં 1020 કેસ, 25ના મોત, 898 દર્દી સાજા થયા

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. આજે રાજ્યમાં કુલ 20735 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ 319. પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,54,839 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓના 1020 દર્દી નોંધાયા છે. આજે 898 દર્દીઓ સાજા થઇને ઘરે પણ ગયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 4,89,338 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 4,87,865 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 4,87,865 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે અને 1473 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા છે.

રાજ્યમાં હાલ 14811 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 87 છે. જ્યારે 14724 લોકો સ્ટેબલ છે. 48359 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 2534 લોકોનાં મોત નિપજ્યા છે. જે પૈકી આજે 25 લોકોનાં મોત નિપજ્યાં છે. સુરત કોર્પોરેશનના 8, અમદાવાદ કોર્પોરેશન 3, સુરત 3, જામનગર કોર્પોરેશન 2, જુનાગઢ 2, જુનાગઢ કોર્પોરેશન 2, ભાવનગર 1, જામનગર 1, રાજકોટ કોર્પોરેશન 1, વડોદરા 1 અને વડોદરા કોર્પોરેશન 1નો સમાવેશ થાય છે.