કોરોના@ગુજરાત: શરતોને આધીન 1200 કેદીઓ જેલમુક્ત, ઘેર રવાના કરાશે

અટલ સમાચાર, ગાંધીનગર ગુજરાતમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા તબક્કાવાર વધતી જાય છે. આથી ફફડાટ વચ્ચે એક પછી એક નિર્ણય લેવામાં આવી રહ્યા છે. જેમાં હવે કેદીઓમાં કોરોના સંક્રમણની સંભાવના ટાળવા જેલમુક્ત કરવાનો નિર્ણય થયો છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબ રાજ્ય સરકારે કાચા અને પાકા કામના કુલ 1200 કેદીઓને શરતોને આધીન જેલથી ઘેર મોકલવા નક્કી કર્યું
 
કોરોના@ગુજરાત: શરતોને આધીન 1200 કેદીઓ જેલમુક્ત, ઘેર રવાના કરાશે

અટલ સમાચાર, ગાંધીનગર

ગુજરાતમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા તબક્કાવાર વધતી જાય છે. આથી ફફડાટ વચ્ચે એક પછી એક નિર્ણય લેવામાં આવી રહ્યા છે. જેમાં હવે કેદીઓમાં કોરોના સંક્રમણની સંભાવના ટાળવા જેલમુક્ત કરવાનો નિર્ણય થયો છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબ રાજ્ય સરકારે કાચા અને પાકા કામના કુલ 1200 કેદીઓને શરતોને આધીન જેલથી ઘેર મોકલવા નક્કી કર્યું છે. કોરોના વાયરસનો ત્રાસ વધે તેવી શક્યતા જોતાં કેદીઓને ઘેર રવાના કરવા એ સૌથી મોટી વાત બની છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસના પોઝીટીવ કેસની સંખ્યા 60થી વધી ગઈ છે. આથી આગામી 14 એપ્રિલ સુધી લોકડાઉન વચ્ચે આજે સૌથી મોટી વાત સામે આવી છે. જેલમાં બંધ કેદીઓને કોરોના વાયરસનો ચેપ લાગી શકે તેવી સંભાવનાને આધાર લઈ નિર્ણય થયો છે. રાજ્ય સરકારે પાકા કામના કેદીઓ માટે પેરોલ અને કાચા કામના કેદીઓ માટે વચગાળાના જામીન બે માસ માટે મંજુર કર્યા છે. કુલ 1200 કેદીઓને કોરોના વાયરસને પગલે જેલથી ઘેર રવાના કરાશે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, કેદીઓને સંપૂર્ણ તબીબી પરીક્ષણ કર્યા બાદ ઘેર મોકલવામાં આવશે. જો કોઈ કેદીને તાવ કે શરદી જેવા લક્ષણો જણાશે તો તાત્કાલિક આઇસોલેટ કરવામાં આવશે. તંદુરસ્ત કેદીઓને તેમના ઘેર પહોંચાડવાની વ્યવસ્થા જેલ સત્તાવાળાઓ દ્વારા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, લોકડાઉન હોવાથી કેદીઓ જેલને બદલે ઘેર બંધ રહેશે. જોકે શરતોને આધીન ફરી જેલમાં આવે તે પણ અત્યંત મહત્વનું બનશે.