કોરોના@ગુજરાતઃ એક જ દિવસમાં 1379 કેસ, 14ના મોત, કુલ 1,19088 દર્દી

અટલ સમાચાર, ડેસ્ક રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં વધારો યથાવત્ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના 1379 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1652 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 14 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3273 થયો છે. 24 કલાકમાં સૌથી વધુ સુરતમાં 280 કેસ નોંધાયા
 
કોરોના@ગુજરાતઃ એક જ દિવસમાં 1379 કેસ, 14ના મોત, કુલ 1,19088 દર્દી

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં વધારો યથાવત્ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના 1379 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1652 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 14 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3273 થયો છે. 24 કલાકમાં સૌથી વધુ સુરતમાં 280 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસ 119088 છે. જેમાંથી એક્ટિવ કેસ 16,007 છે. આજે રાજ્યમાં કુલ 85,620 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજો થવાનો દર 83.81 ટકા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં સુરતમાં 280, અમદાવાદમાં 171, રાજકોટમાં 145, વડોદરામાં 127, જામનગરમાં 129, ભાવનગરમાં 55, ગાંધીનગરમાં 47, મહેસાણામાં 41, જૂનાગઢમાં 37, બનાસકાંઠામાં 39, કચ્છમાં 30, પંચમહાલ, પાટણમાં 28-28, અમરેલી, મોરબીમાં 26-26, ભરુચમાં 25, મહીસાગરમાં 19, દાહોદમાં 17, ગીર સોમનાથમાં 13, વલસાડમાં 12, દેવભૂમિ દ્વારકામાં 11, અરવલ્લીમાં 9, બોટાદ, ખેડા, નર્મદામાં 8-8, આણંદ, સાબરકાંઠામાં 7-7, છોટા ઉદેપુર, નવસારીમાં 6-6, ડાંગ, પોરબંદરમાં 5-5, સુરેન્દ્રનગર, તાપીમાં 2-2 સહિત કુલ 1379 નવા કેસ નોંધાયા છે.

કોરોના@ગુજરાતઃ એક જ દિવસમાં 1379 કેસ, 14ના મોત, કુલ 1,19088 દર્દી
જાહેરાત

રાજ્યમાં કોરોનાના કારણે 14 દર્દીઓના મોત થયા છે. જેમાં સુરતમાં 6, અમદાવાદમાં 4, વડોદરામાં 2 જ્યારે બનાસકાંઠા અને દેવભૂમિ દ્વારકામાં 1-1 દર્દીઓના મોત થયા છે. બીજી તરફ સુરતમાં 290, અમદાવાદમાં 224, રાજકોટમાં 237, જામનગરમાં 120 સહિત કુલ 1652 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યારે કુલ 16,007 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 96 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 15,911 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાંથી અત્યાર સુધીમાં 99,808 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.