કોરોના@ગુજરાત: એક જ દિવસમાં 1402 કેસ, 16ના મોત, કુલ 1,26,169 દર્દી

અટલ સમાચાર, ડેસ્ક રાજ્યમાં 22મી સપ્ટેમ્બરે કોરોના વાયરસના 1402 નવા કેસ પોઝિટિવ નોંધાયા છે, જ્યારે 1321 દર્દીઓ સાજા થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. 24 કલાક દરમિયાન રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં કોરોના વાયરસના 16 દર્દીનાં મોત થયા છે. દરમિયાન રાજ્યમાં પોઝિટિવ કેસનો આંકડો ને 1,26,169 એ પહોંચી ગયો છે. આજે સુરતમાં 3, અમદાવાદમાં 3, રાજકોટમાં
 
કોરોના@ગુજરાત: એક જ દિવસમાં 1402 કેસ, 16ના મોત, કુલ 1,26,169 દર્દી

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યમાં 22મી સપ્ટેમ્બરે કોરોના વાયરસના 1402 નવા કેસ પોઝિટિવ નોંધાયા છે, જ્યારે 1321 દર્દીઓ સાજા થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. 24 કલાક દરમિયાન રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં કોરોના વાયરસના 16 દર્દીનાં મોત થયા છે. દરમિયાન રાજ્યમાં પોઝિટિવ કેસનો આંકડો ને 1,26,169 એ પહોંચી ગયો છે. આજે સુરતમાં 3, અમદાવાદમાં 3, રાજકોટમાં 2, વડોદરામાં 3, અમરેલી, ગાંધીનગર, અને સુરેન્દ્રનગરમાં 1-1 દર્દી મળી કુલ 16 દર્દીના નિધન થયા છે. જ્યારે રાજ્યમાં કુલ મૃત્યુનો આંકડો 3355 પર પહોંચી ગયો છે. રાજ્યમાં આજે કોરોનાના કુલ 62, 097 ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી 1402 પોઝિટિવ આવ્યા છે. આમ રાજ્યનો રિકવરી રેટ 84.34 ટકા થયો છે.

કોરોના@ગુજરાત: એક જ દિવસમાં 1402 કેસ, 16ના મોત, કુલ 1,26,169 દર્દી
જાહેરાત

રાજ્યમાં 24 કલાકમાં સુરતમાં 298, અમદાવાદમાં 184, રાજકોટમાં 150, જામનગરમાં 123, વડોદરામાં 136, બનાસકાંઠામાં 46, ભાનગરમાં 47, કચ્છમાં 33, મહેસાણામાં 32, અમરેલીમાં 29, પંચમહાલમાં 28, ગાંધીનગરમાં 52, મોરબીમાં 23, ભરૂચમાં 22, પાટણમાં 19, જૂનાગઢમાં 35. મહીસાગરમાં 15, ગીરસોમનાથમાં 14, ભાવનગરમાં 13, દાહોદમાં 12, સાબરકાંઠામાં 12, બોટાદ, તાપીમાં 10-10, દેવભૂમિ દ્વારકામાં 9, અરવલ્લી, ખેડા, નવસારીમાં 8-8, નર્મદામાં 6, આણંદમાં છોટાઉદેપુરમાં 5-5, પોરબંદરમાં 5, વલસાડમાં 3, ડાંગમાં 2 કેસ નોંધાયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અત્યારસુધીમાં રાજ્યમાં 1,06412 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ રહ્યા છે. રાજ્યનો રિકવરી અને ડિસ્ચાર્જ રેટ સતત વધી રહ્યો છે. દરમિયાન આજે યોજાયેલા વિધાનસભાના ચોમાસું સત્રમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે રાજ્યમાં અત્યારસુધીમાં 38 લાખ જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા છે જેમાંથી 1.26 લાખ દર્દી જ પોઝિટિવ નોંધાયા છે એટલે કે રાજ્યનો પોઝિટિવિટી રેટ ખૂબ ઓછો છે. રાજ્યનો 3.25 ટકા જેટલો પોઝિટિવિટી રેટ છે. હું વિરોધ પક્ષને પણ અરપીલ કરું છું કે પ્રજા ખૂબ ગભરાઈ ગઈ છે. આપણે સાથે મળીને આ સંકટમાંથી તેમને ઉગારીએ.