કોરોના@ગુજરાતઃ ગત 24 કલાકમાં 1404 કેસ, 12ના મોત, 1336 દર્દી સાજા થયા

અટલ સમાચાર, ડેસ્ક રાજ્યમાં કોરોનાનો આંકડો 1400 ને પાર પહોંચી ચુક્યો છે. આજે રાજ્યમાં 1404 દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ રાજ્યમાં 1336 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 1,14,476 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી
 
કોરોના@ગુજરાતઃ ગત 24 કલાકમાં 1404 કેસ, 12ના મોત, 1336 દર્દી સાજા થયા

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યમાં કોરોનાનો આંકડો 1400 ને પાર પહોંચી ચુક્યો છે. આજે રાજ્યમાં 1404 દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ રાજ્યમાં 1336 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 1,14,476 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. આજે રાજ્યમાં કુલ 61,316 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ 943.32 પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 42,92,724 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓના 1404 કેસ નોંધાયા છે જ્યારે 1336 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. અત્યાર સુધીમાં કુલ 1,14,476 દર્દીઓ સાજા થયા છે. રાજ્યનો દર્દીઓ સાજા થવાનો દર 85.03% ટકા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 5,98,673 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 5,98,166 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે 507 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રિકવરી રેટ ખુબ જ સારો હોવાનું સરકાર દ્વારા જણાવવામાં આવી રહ્યા છે.

કોરોના@ગુજરાતઃ ગત 24 કલાકમાં 1404 કેસ, 12ના મોત, 1336 દર્દી સાજા થયા
જાહેરાત

રાજ્યમાં હાલ 16716 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 91 છે. જ્યારે 16625 લોકો સ્ટેબલ છે. 114476 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 3431 લોકોનાં મોત નિપજ્યા છે. આજે 12 લોકોનાં મોત નિપજ્યાં છે. જે પૈકી અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશન 3, રાજકોટ કોર્પોરેશન 2, સુરત કોર્પોરેશન 2, ભરૂચ 1 અને વડોદરા કોર્પોરેશનનાં 1 અને કુલ 12 લોકોનાં મોત નિપજ્યાં.