કોરોના@ગુજરાતઃ ગત 24 કલાકમાં 1408 કેસ, 14ના મોત, 1510 દર્દી સાજા થયા

અટલ સમાચાર, ડેસ્ક રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. ધીરે ધીરે હવે કોરોનાનો આંકડો 1400 ને પાર પહોંચી ચુક્યો છે. આજે રાજ્યમાં 1408 દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ રાજ્યમાં 1510 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 1,09,211 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ
 
કોરોના@ગુજરાતઃ ગત 24 કલાકમાં 1408 કેસ, 14ના મોત, 1510 દર્દી સાજા થયા

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. ધીરે ધીરે હવે કોરોનાનો આંકડો 1400 ને પાર પહોંચી ચુક્યો છે. આજે રાજ્યમાં 1408 દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ રાજ્યમાં 1510 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 1,09,211 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. આજે રાજ્યમાં કુલ 61,904 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 40,48,274 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓના 1408 કેસ નોંધાયેલા છે. આજ રોજ 1510 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. અત્યાર સુધીમાં કુલ 1,09,211 દર્દીઓ સાજા થયા છે. રાજ્યનો દર્દીઓ સાજા થવાનો દર 84.69% ટકા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજ્યમાં કોરોનાના કારણે 14 દર્દીઓના મોત થયા છે. જેમાં સુરતમાં 5, અમદાવાદ, રાજકોટમાં 3-3, વડોદરામાં 2 અને ગાંધીનગરમાં 1 દર્દીનું મોત થયું છે. બીજી તરફ સુરતમાં 276, અમદાવાદમાં 123, રાજકોટમાં 311, જામનગરમાં 118, વડોદરામાં 105 સહિત કુલ 1510 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે.

કોરોના@ગુજરાતઃ ગત 24 કલાકમાં 1408 કેસ, 14ના મોત, 1510 દર્દી સાજા થયા
જાહેરાત

રાજ્યમાં હાલ 16354 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 89 છે. જ્યારે 16265 લોકો સ્ટેબલ છે. 109211 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 3384 લોકોનાં મોત નિપજ્યા છે. આજે 14 લોકોનાં મોત નિપજ્યાં છે. જે પૈકી અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરત 3, રાજકોટ કોર્પોરેશન 2, સુરત કોર્પોરેશન 2, ગાંધીનગર 1, રાજકોટ 1, વડોદરા 1, વડોદરા કોર્પોરેશનનાં 1 દર્દી સહિત કુલ 14 કોરોના દર્દીઓનાં મોત નિપજ્યાં છે.