કોરોના@ગુજરાતઃ ગત 24 કલાકમાં 1417 કેસ, 13ના મોત, કુલ 1.31 લાખ દર્દી

અટલ સમાચાર, ડેસ્ક રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 1417 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1419 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે 13 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3409 થયો છે. 24 કલાકમાં સૌથી વધુ સુરતમાં 297 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસ 131808 છે. જેમાંથી એક્ટિવ
 
કોરોના@ગુજરાતઃ ગત 24 કલાકમાં 1417 કેસ, 13ના મોત, કુલ 1.31 લાખ દર્દી

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 1417 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1419 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે 13 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3409 થયો છે. 24 કલાકમાં સૌથી વધુ સુરતમાં 297 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસ 131808 છે. જેમાંથી એક્ટિવ કેસ 16,490 છે. આજે રાજ્યમાં કુલ 61,865 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજો થવાનો દર 84.90 ટકા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં સુરતમાં 297, અમદાવાદમાં 195, રાજકોટમાં 168, વડોદરામાં 136, જામનગરમાં 110, મહેસાણામાં 48, કચ્છમાં 48, બનાસકાંઠામાં 37, જૂનાગઢમાં 36, પાટણમાં 35, અમરેલીમાં 32 સહિત કુલ 1417 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના કારણે 13 દર્દીઓના મોત થયા છે. જેમાં અમદાવાદ, સુરતમાં 3-3, વડોદરા, રાજકોટમાં 2-2 જ્યારે ભાવનગર, ગીર સોમનાથ અને પાટણમાં 1-1 દર્દીઓના મોત થયા છે. બીજી તરફ સુરતમાં 295, અમદાવાદમાં 182, રાજકોટમાં 268, જામનગરમાં 107, વડોદરામાં 94 સહિત કુલ 1419 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે.

કોરોના@ગુજરાતઃ ગત 24 કલાકમાં 1417 કેસ, 13ના મોત, કુલ 1.31 લાખ દર્દી
જાહેરાત

રાજ્યમાં અત્યારે કુલ 16,490 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 82 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 16,408 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાંથી અત્યાર સુધીમાં 111909 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.