કોરોના@ગુજરાત: એક દિવસમાં 1510 કેસ, 1286 દર્દી સાજા થયા, 16નાં મોત

અટલ સમાચાર, ડેસ્ક રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. જો કે દિવાળી સમયે અચાનક કેસોની સંખ્યામાં ઉછાળો જોવા મળ્યો હતો. રાજ્યમાં નવા 1510 કોરોના દર્દી નોંધાયા હતા. રાજ્યમાં 1286 નવા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 1,82,473 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા
 
કોરોના@ગુજરાત: એક દિવસમાં 1510 કેસ, 1286 દર્દી સાજા થયા, 16નાં મોત

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. જો કે દિવાળી સમયે અચાનક કેસોની સંખ્યામાં ઉછાળો જોવા મળ્યો હતો. રાજ્યમાં નવા 1510 કોરોના દર્દી નોંધાયા હતા. રાજ્યમાં 1286 નવા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 1,82,473 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજ્યમાં દર્દીઓના સાજા થવાનો દર 91.05 ટકા થઇ ચુક્યો છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. આજે રાજ્યમાં કુલ 84,625 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ 1301.92 પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 73,89,330 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

રાજ્યમાં હાલ 14,044 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 94 છે. જ્યારે 13,950 લોકો સ્ટેબલ છે. 1,82,473 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 3892 લોકોનાં મોત નિપજ્યા છે. આજે 16 લોકોનાં મોત નિપજ્યાં છે. જે પૈકી અમદાવાદ કોર્પોરેશનના 12, સુરત કોર્પોરેશન 3, બોટાદના 1 દર્દી સહિત કુલ 16 દર્દીઓનાં કોરોનાને કારણે મોત નિપજ્યાં છે.