કોરોના@ગુજરાતઃ એક દિવસમાં 267 કેસ, 1નું મોત, કુલ મૃત્યુઆંક 4393

અટલ સમાચાર, ડેસ્ક રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 267 કેસ નોંધાયા છે. જેની સામે 425 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે એક દર્દીનું મોત થયું છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4393 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 97.32 ટકા છે. રાજયમાં આજે 33,031 વ્યક્તિઓને કોરોનાની રસી આપવામાં આવી છે. અત્યાર
 
કોરોના@ગુજરાતઃ એક દિવસમાં 267 કેસ, 1નું મોત, કુલ મૃત્યુઆંક 4393

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 267 કેસ નોંધાયા છે. જેની સામે 425 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે એક દર્દીનું મોત થયું છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4393 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 97.32 ટકા છે. રાજયમાં આજે 33,031 વ્યક્તિઓને કોરોનાની રસી આપવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 4,90,192 વ્યક્તિઓનું રસીકરણ થયું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં અમદાવાદમાં 45, સુરતમાં 51, વડોદરામાં 82, રાજકોટમાં 31, નર્મદામાં 9, ગાંધીનગર, જામનગરમાં 7-7, ભાવનગર, કચ્છ, જૂનાગઢમાં 5-5 સહિત કુલ 267 કેસ નોંધાયા છે. રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના કારણે એક દર્દીનું મોત થયું છે. અમદાવાદમાં 1 મોત થયું છે. બીજી તરફ અમદાવાદમાં 121, વડોદરમાં 90, રાજકોટમાં 82, સુરતમાં 61, ખેડામાં 9 સહિત કુલ 425 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે.

રાજ્યમાં અત્યારે કુલ 2641 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 26 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 2615 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 2,55,914 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.