કોરોના@ગુજરાતઃ અત્યારસુધીમાં 3670ના મોત, કુલ 1.64 લાખ કેસ

અટલ સમાચાર, ડેસ્ક ગુજરાતમાં 24 કલાકમાં કોરોના વાયરસના 1136 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1201 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે 9 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3670 થયો છે. 24 કલાકમાં સૌથી વધુ સુરતમાં 231 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસ 1,64,121નોંધાયા છે. જેમાંથી એક્ટિવ કેસ
 
કોરોના@ગુજરાતઃ અત્યારસુધીમાં 3670ના મોત, કુલ 1.64 લાખ કેસ

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં 24 કલાકમાં કોરોના વાયરસના 1136 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1201 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે 9 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3670 થયો છે. 24 કલાકમાં સૌથી વધુ સુરતમાં 231 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસ 1,64,121નોંધાયા છે. જેમાંથી એક્ટિવ કેસ 14,143 છે. આજે રાજ્યમાં કુલ 52,923 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 89.15 ટકા છે.

આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં સુરતમાં 231, અમદાવાદમાં 179, રાજકોટમાં 108, વડોદરામાં 119, જામનગરમાં 65, મહેસાણામાં 47, ગાંધીનગરમાં 38 સહિત કુલ 1136 કેસ નોંધાયા છે.

 

રાજ્યમાં કોરોનાના કારણે 9 દર્દીઓના મોત થયા છે. જેમાં અમદાવાદમાં 3, રાજકોટમાં 2 જ્યારે સુરત અને છોટા ઉદેપુરમાં 1-1 દર્દીઓના મોત થયા છે. બીજી તરફ સુરતમાં 269, અમદાવાદમાં 175, વડોદરામાં 101, રાજકોટમાં 130, જામનગરમાં 83 સહિત કુલ 1201 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે

આ સાથે ગુજરાતમાં અત્યારે કુલ 14,143 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 72 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 14,071 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાંથી અત્યાર સુધીમાં 1,46, 308 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.