કોરોના@ગુજરાતઃ એક જ દિવસમા 879 કેસ, 13ના મોત, કુલ 41906 દર્દીઓ

અટલ સમાચાર, ડેસ્ક વિશ્વમાં કોરોના સંક્રમિત દેશોમાં ત્રીજા નંબર ઉપર આવી ગયો છે. ગુજરાતમાં સતત ચોથા દિવસે 800થી વધારે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. એટલે કે છેલ્લા 24 કલાકમાં 879 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે ગુજરાતના કોરોનાના કુલ કેસ 41906એ પહોંચ્યો છે. 24 કલાકમાં 13 કોરોના દર્દીઓના મોત સાથે ગુજરાતમાં કુલ 2047 લોકોના
 
કોરોના@ગુજરાતઃ એક જ દિવસમા 879 કેસ, 13ના મોત, કુલ 41906 દર્દીઓ

અટલ સમાચાર, ડેસ્ક

વિશ્વમાં કોરોના સંક્રમિત દેશોમાં ત્રીજા નંબર ઉપર આવી ગયો છે. ગુજરાતમાં સતત ચોથા દિવસે 800થી વધારે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. એટલે કે છેલ્લા 24 કલાકમાં 879 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે ગુજરાતના કોરોનાના કુલ કેસ 41906એ પહોંચ્યો છે. 24 કલાકમાં 13 કોરોના દર્દીઓના મોત સાથે ગુજરાતમાં કુલ 2047 લોકોના મોત થયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 513 દર્દીઓ કોરોનાને મ્હાત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે. આમ રાજ્યમાં અત્યાર સુધી 29,198 દર્દીઓ સાજા થયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાતમાં સૌથી વધારે સુરતમાં 251 અને અમદાવાદમાં 172 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ ઉપરાંત વડોદરામાં 75, ભાવનગર, રાજકોટમાં 46-46, જૂનાગઢમાં 42, ગાંધીનગરમાં 29, મહેસાણામાં 23, સુરેન્દ્રનગરમાં 21, મોરબીમાં 19 કેસ નોંધાયા છે. ખેડા, વલસાડ, અમરેલીમાં 16-16, ભરૂચમાં 14, બનાસકાંઠામાં 13, આણંદ, નવસારીમાં 11-11, પંચમહાલમાં 10, દાહોદમાં 9, કચ્છમાં 7, ગીર-સોમનાથ, જામનગરમાં 6-6, બોટાદમાં 5, પાટણમાં 4, સાબરકાંઠા, છોટાઉદેપુરમાં 3-3, અરવલ્લી, તાપીમાં 2-2, મહીસાગરમાં 1 કેસ નોંધાયા છે. જ્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 13 મૃત્યુ આંકની જિલ્લાવાર વાત કરીએ તો સરતમાં 5, અમદાવાદમાં 4, જૂનાગઢમાં 2, ખેડા અને રાજકોટમાં 1-1 મૃત્યુ થયા છે.

સુરતમાં 11 જુલાઈથી 12 જુલાઈની સાંજ સુધીમાં 251 નવા કેસ નોંધાયા છે જ્યારે 5 દર્દીના મોત થયા છે અને 189 દર્દી સાજા થયા છે. આમ રાજ્યમાં સુરતમાં સૌથી વધુ નવા કેસ અને મૃત્યુ થયા છે. છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં 205 નવા કેસ અને 3 દર્દીના મોત થયા છે