કોરોના@ગુજરાતઃ 24 કલાકમાં 975 કેસ, 6ના મોત, કુલ 1.75 લાખ દર્દીઓ

અટલ સમાચાર, ડેસ્ક રાજ્યમાં 3 નવેમ્બરે કોરોના વાયરસના 975 નવા કેસ પોઝિટિવ નોંધાયા છે, જ્યારે 1197 દર્દીઓ સાજા થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. 24 કલાક દરમિયાન રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં કોરોના વાયરસના 6 દર્દીનાં મોત થયા છે. દરમિયાન રાજ્યમાં પોઝિટિવ કેસનો આંક 1,75, 633 એ પહોંચી ગયો છે. રાજ્યમાં 24 કલાકમાં સુરતમાં 198, અમદાવાદમાં
 
કોરોના@ગુજરાતઃ 24 કલાકમાં 975 કેસ, 6ના મોત, કુલ 1.75 લાખ દર્દીઓ

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યમાં 3 નવેમ્બરે કોરોના વાયરસના 975 નવા કેસ પોઝિટિવ નોંધાયા છે, જ્યારે 1197 દર્દીઓ સાજા થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. 24 કલાક દરમિયાન રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં કોરોના વાયરસના 6 દર્દીનાં મોત થયા છે. દરમિયાન રાજ્યમાં પોઝિટિવ કેસનો આંક 1,75, 633 એ પહોંચી ગયો છે. રાજ્યમાં 24 કલાકમાં સુરતમાં 198, અમદાવાદમાં 164, વડોદરામાં 108, રાજકોટમાં 64, પાટણમાં 40, મહેસાણામાં 39, બનાસકાંઠામાં 31, ગાંધીનગરમાં 42, સાબરકાંઠામાં 21, નર્મદામાં 20, અમરેલીમાં 19, પંચમહાલમાં 19, જામનગરમાં 30. સુરેન્દ્રનગરમાં 13. ગીરસોમનાથમાં 12 કેસ નોંધાયા છે.

 

જૂનાગઢમાં 23. ભાવનગરમાં 16, ખેડામાં 10, મોરબીમાં 9, અરવલ્લી, દાહોદ અને તાપીમાં 8-8, કચ્છમાં 9. આણંદમાં 7, મહીસાગરમાં 6,છોટાઉદેરપુર, દેવભૂમિ દ્વારકામાં 5-5, પોરબંદરમાં 2, નવસારી અને વલસાડમાં 1-1 કેસ નોંધાયો છે.રાજ્યમાં સરકારી ચોપડે એક્ટિવ કેસની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. કુલ 12,451 દર્દીઓ એક્ટિવ છે, આ પૈકીના 61 દર્દીઓ વેન્ટીલેટર પર છે જ્યારે 12,390 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાંથી અત્યારસુધીમાં 1,59,448 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે જ્યારે અત્યારસુધીમાં સરકારી ચોપડે 3,734 દર્દીઓ મૃત્યુ પામ્યા છે.

દરમિયાન રાજ્યમાં 52,739 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જ્યારે રાજ્યનો રિકવરી દર 90. 78ટકાએ પહોચ્યો હતો. રાજ્યમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સાથે સાથે ટેસ્ટની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો છે. દરમિયાન આ બધાની વચ્ચે આજે રાજ્યમાં અમદાવાદમાં 2, સુરતમાં 3, મહેસાણા 1 મળી કુલ 6 દર્દીનાં સરકારી ચોપડે નિધન થયા છે. જ્યારે આજે સૌથી વધુ દર્દીઓ સુરત કોર્પોરેશનમાં 166 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. આમ સુરતમાં દર્દીઓ ઘટ્યા છે અને ડિસ્ચાર્જ વઘુ થયા છે.