કોરોના@ગુજરાત: રાજ્યમાં લોકડાઉનને લઇને હાઈકોર્ટનું મોટું નિવેદન, જાણો શું કહ્યુ ?

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક ગુજરાત હાઈકોર્ટે આજે કહ્યું કે, કોરોના મામલે રાજ્ય સ્તરનું શું પ્લાનિંગ છે ? કોરોનાની ચેઈન તોડવા માટે સરકાર શું કરી રહી છે? ખાનગી વાહનમાં આવતા દર્દીઓને પ્રવેશ કેમ નથી આપવામાં આવતો? માત્ર 108માં આવતા દર્દીઓને જ પ્રવેશ આપાવમાં આવે તે વલણ વિરોધાભાષી છે. છેલ્લી સુનાવણીમાં પણ આ મામલે સ્પષ્ટતા માગી
 
કોરોના@ગુજરાત: રાજ્યમાં લોકડાઉનને લઇને હાઈકોર્ટનું મોટું નિવેદન, જાણો શું કહ્યુ ?

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાત હાઈકોર્ટે આજે કહ્યું કે, કોરોના મામલે રાજ્ય સ્તરનું શું પ્લાનિંગ છે ? કોરોનાની ચેઈન તોડવા માટે સરકાર શું કરી રહી છે? ખાનગી વાહનમાં આવતા દર્દીઓને પ્રવેશ કેમ નથી આપવામાં આવતો? માત્ર 108માં આવતા દર્દીઓને જ પ્રવેશ આપાવમાં આવે તે વલણ વિરોધાભાષી છે. છેલ્લી સુનાવણીમાં પણ આ મામલે સ્પષ્ટતા માગી હતી. લોકડાઉન મુદ્દે હાઈકોર્ટે કહ્યું કે, લોકડાઉન કોરોનાનું કોઈ નિરાકરણ નથી. આ લંડન કે સિંગાપોર નથી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

હાઈકોર્ટે કહ્યું કે સરકારના સોગંદનામામાં કોઈ પ્રકારની સ્પષ્ટતા નથી. 108એ ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વિસ પર ધ્યાન આપવું જોઈએ. હાઈકોર્ટે સ્ટાફની અછત મુદ્દે કહ્યું કે જો સ્ટાફની અછત હોય તો ઈન્ટર્ન સ્ટૂડન્ટને બોલાવવામાં આવે. કોર્ટે કહ્યું કે, ગુજરાતની બધી જ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ હોવો જોઈએ. આ ઉપરાંત હાઈકોર્ટે ગુજરાત સરકારની ઝાટકણી કાઢતા કહ્યું કે સરકાર સ્વીકારે છે કે, તમામ વસ્તુની અછત છે. હોસ્પિટલ ફૂલ છે તો હવે કેસ વધશે તો સરકાર શું કરશે? ગુજરાત સરકારની વર્તમાન નીતિ અને અમદાવાદ કોર્પોરેશનની કામગીરીથી હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે જે દર્દીને 6 રેમડેસિવિરની જરૂર છે તેને 6 ઈન્જેક્શન આપો 3 આપીને મૂકી ન દો. સાથે જ કહ્યું કે જે પણ દર્દી હોસ્પિટલ આવે તમામને દાખલ કરવામાં આવે.

સમગ્ર મામલે વકીલ શાલીન મહેતાએ કોર્ટમાં રજૂઆત કરતા કહ્યું કે, ગુજરાતમાં સતત કોરોનાના કેસ વધી રહ્યા છે, જેને લઇને લોકડાઉન જ એકમાત્ર ઉપાય છે. હું માત્ર એમ જ નથી કહેતો દેશમાં પણ કેટલીક જગ્યાએ લોકડાઉન છે. મહારાષ્ટ્રમાં પણ લોકડાઉનના કારણે કેસ સતત ઘટી રહ્યા છે. રાજ્યના તમામ લોકો હેરાન છે, જો 7થી 8 લોકો ઘરે રહેશે તો આ કોરોનાની ચેઈન તૂટશે. લોકડાઉન મુદ્દે હાઈકોર્ટે કહ્યું કે લોકડાઉન કોરોનાનું કોઈ નિરાકરણ નથી. આ લંડન કે સિંગાપોર નથી.

સરકારી વકીલે કહ્યું કે, અમે એફિડેવિટ રજૂ કર્યું છે. અમે એવું નથી કહેતા કે પરિસ્થિતિ ખુબ સારી છે, પરિસ્થિતિ ખરાબ છે. રાજ્યમાં અમે પ્રયાસ કરી રહ્યા છીએ. ઈન્જેક્શન, બેડ, એમ્બ્યુલન્સ, ડૉક્ટર અને અન્ય સ્ટાફની અછત છે. અમે તે માટે પ્રયત્ન કરી રહ્યા છીએ. 1200 બેડની હોસ્પિટલમાં આવેલા તમામ દર્દીને દાખલ કરીએ છીએ. લોકો અમદાવાદ બહારથી આવે છે તો પણ તેમને દાખલ કરીએ છીએ. સમય એટલા માટે લાગે છે કે બીજા દર્દીઓને ડિસ્ચાર્જ કરવાના હોય છે અને બધી ફોર્મલિટીસ હોય છે. અમે તમામ લોકોના સજેશન સ્વીકારવા તૈયાર છીએ. 108 પણ દર્દીઓને સારવાર મળે તે માટે પૂરતો પ્રયાસ કરે છે, અમે 15 નવી વાન ઉમેરી છે અને બીજી 150 જેટલી એમ્બ્યુલન્સ 3 દિવસમાં વધારીશું.