કોરોના@ગુજરાતઃ ગત 24 કલાકમાં 992 કેસ, 5ના મોત, 1102 દર્દી સાજા થયા

અટલ સમાચાર, ડેસ્ક રાજ્યમાં 27મી ઑક્ટોબરે કોરોના વાયરસના 992 નવા કેસ પોઝિટિવ નોંધાયા છે, જ્યારે 1102 દર્દીઓ સાજા થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. 24 કલાક દરમિયાન રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં કોરોના વાયરસના 5 દર્દીનાં મોત થયા છે. દરમિયાન રાજ્યમાં પોઝિટિવ કેસનો આંક 169073 એ પહોંચી ગયો છે. રાજ્યમાં 24 કલાકમાં સુરતમાં 223, અમદાવાદમાં 170,
 
કોરોના@ગુજરાતઃ ગત 24 કલાકમાં 992 કેસ, 5ના મોત, 1102 દર્દી સાજા થયા

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યમાં 27મી ઑક્ટોબરે કોરોના વાયરસના 992 નવા કેસ પોઝિટિવ નોંધાયા છે, જ્યારે 1102 દર્દીઓ સાજા થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. 24 કલાક દરમિયાન રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં કોરોના વાયરસના 5 દર્દીનાં મોત થયા છે. દરમિયાન રાજ્યમાં પોઝિટિવ કેસનો આંક 169073 એ પહોંચી ગયો છે.

રાજ્યમાં 24 કલાકમાં સુરતમાં 223, અમદાવાદમાં 170, વડોદરામાં 114, રાજકોટમાં 94, જામનગરમાં 26, મહેસાણામાં 35, કચ્છમાં 12, પંચમહાલમાં 13, અમરેલીમાં 17, બનાસકાંઠા 17, સાબરકાંઠામાં 25 , મોરબીમાં 12, સુરેન્દ્રનગરમાં 18 કેસ નોંધાયા છે. ગાંધીનગરમાં 46, જૂનાગઢમાં 18, પાટણમાં 33, ગીરસોમનાથમાં 8, નર્મદામાં 12, ભાવનગરમાં 12, દાહોદમાં 7, આણંદ 13, બોટાદ 1, ખેડામાં 11, દેવભૂમિ દ્વારકામાં 7, છોટાઉદેપુર 4, મહીસાગરમાં 8, નવસારીમાં 4, અરવલ્લી 4, તાપીમાં 4, વલસાડમાં 2, ડાંગમાં 0, પોરબંદરમાં 1 મળીને કુલ 992 કેસ નોંધાયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજ્યમાં સરકારી ચોપડે એક્ટિવ કેસની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. કુલ 13,487 દર્દીઓ એક્ટિવ છે, આ પૈકીના 64 દર્દીઓ વેન્ટીલેટર પર છે જ્યારે 13,423 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાંથી અત્યારસુધીમાં 1,51,888 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે જ્યારે અત્યારસુધીમાં સરકારી ચોપડે 3,698 દર્દીઓ મૃત્યુ પામ્યા છે.

દરમિયાન રાજ્યમાં આજે 51,927 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જ્યારે રાજ્યનો રિકવરી દર 89.84 ટકાએ પહોચ્યો હતો. રાજ્યમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સાથે સાથે ટેસ્ટની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો છે. દરમિયાન આ બધાની વચ્ચે આજે રાજ્યમાં અમદાવાદમાં 2, સુરતમાં 2, ગાંધીનગરમાં 1 મળી કુલ 5 દર્દીના સરકારી ચોપડે નિધન થયા છે. જ્યારે આજે સૌથી વધુ દર્દીઓ સુરત કોર્પોરેશનમાં 193 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. આમ સુરતમાં દર્દીઓ ઘટ્યા છે અને ડિસ્ચાર્જ વઘુ થયા છે.