કોરોના@ગુજરાતઃ ગત 24 કલાકમાં માત્ર 14 કેસ, સાજા થવાનો દર 98.76 ટકા

અટલ સમાચાર, ડેસ્ક રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નવા 14 કોરોના વાયરસના કેસ નોંધાયા છે. જ્યારે 22 દર્દીઓ સાજા થયા આમ રાજ્યમાં કોવિડ-19થી સાજા થવાનો દર 98.76 ટકા થયો છે. કોરોના વાયરસે સમગ્ર ગુજરાત સહિત દેશમાં હાહાકાર મચાવ્યા બાદ હવે ધીમે ધીમે શાંત થતો જાય છે. છેલ્લા
 
કોરોના@ગુજરાતઃ ગત 24 કલાકમાં માત્ર 14 કેસ, સાજા થવાનો દર 98.76 ટકા

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નવા 14 કોરોના વાયરસના કેસ નોંધાયા છે. જ્યારે 22 દર્દીઓ સાજા થયા આમ રાજ્યમાં કોવિડ-19થી સાજા થવાનો દર 98.76 ટકા થયો છે. કોરોના વાયરસે સમગ્ર ગુજરાત સહિત દેશમાં હાહાકાર મચાવ્યા બાદ હવે ધીમે ધીમે શાંત થતો જાય છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસની સ્થિતિ અંગે વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના માત્ર 14 નવા કેસ નોંધાયા હતા. ત્યારે રાજ્યમાં કોવિડ-19થી સાજા થવાનો દર 98.76 ટકા થયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજ્યમાં આજે કુલ 2,96,160 લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. જ્યારે રાજ્યમાં કોરોના વાયરસના કારણે એક દર્દીનું મોત નીપજ્યું છે. આમ મૃત્યું આંક 10,087 થયો છે. રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતની વાત કરીએ તો રાજ્યમાં કુલ 176 દર્દીઓ છે જેમાંથી ત્રણ વેન્ટીલેટર ઉપર છે જ્યારે 173 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 8,16,077 કોરોના દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના જિલ્લાઓ અને મહાનગરપાલિકાઓમાં કોરોના વાયરસના નોંધાયેલા કેસોની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં 2 કેસ, આણંદમાં 2 કેસ, જામનગર કોર્પોરેશનમાં 1 કેસ, નવસારીમાં 1 કેસ નોંધાયો છે. આ ઉપરાંત રાજકોટ કોર્પોરેશનમાં 3 કેસ, સુરત કોર્પોરેશનમાં 1 અને વલસાડ જિલ્લામાં 3 કેસ નોંધાયા છે. આમ કુલ 14 કેસ નોંધાયા છે જ્યારે વલસાડ જિલ્લામાં એક દર્દીનું મોત નીપજ્યું હતું.