કોરોના@ગુજરાતઃ અત્યારસુધીમાં કુલ 1,24,767 કેસ, કુલ મૃત્યુંઆંક 3339

અટલ સમાચાર, ડેસ્ક રાજ્યમાં 21મી સપ્ટેમ્બરે કોરોના વાયરસના 1430 નવા કેસ પોઝિટિવ નોંધાયા છે, જ્યારે 1330 દર્દીઓ સાજા થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. 24 કલાક દરમિયાન રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં કોરોના વાયરસના 17 દર્દીનાં મોત થયા છે. દરમિયાન રાજ્યમાં પોઝિટિવ કેસનો આંકડો ને 1,24,767 એ પહોંચી ગયો છે. રાજ્યમાં 24 કલાકમાં અમદાવાદમાં 3, ભાવનગરમાં
 
કોરોના@ગુજરાતઃ અત્યારસુધીમાં કુલ 1,24,767 કેસ, કુલ મૃત્યુંઆંક 3339

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યમાં 21મી સપ્ટેમ્બરે કોરોના વાયરસના 1430 નવા કેસ પોઝિટિવ નોંધાયા છે, જ્યારે 1330 દર્દીઓ સાજા થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. 24 કલાક દરમિયાન રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં કોરોના વાયરસના 17 દર્દીનાં મોત થયા છે. દરમિયાન રાજ્યમાં પોઝિટિવ કેસનો આંકડો ને 1,24,767 એ પહોંચી ગયો છે. રાજ્યમાં 24 કલાકમાં અમદાવાદમાં 3, ભાવનગરમાં 2 સુરતમાં 2, વડોદરામાં 4, ગીરસોમનાથમાં 1 અને રાજકોટમાં 1 મળીને કુલ 17 મૃત્યુ થયા છે. આ સાથે મૃત્યુનો આંકડો 3339 થયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજ્યમાં હાલમાં 16337 એક્ટિવ કેસ છે, આ પૈકીના 89 વેન્ટિલેટર પર છે જ્યારે 16,248 સ્ટેબલ છે. જ્યારે અત્યારસુધીમાં એક લાખ 5,091 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં આજે 61,897 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આમ પ્રતિદિન પ્રતિમિલિયન વસ્તીની દૃષ્ટીએ 952.26 ટેસ્ટ થયા છે. જ્યારે રાજ્યનો રિકવરી રેટ 84.23% ટકાએ પહોંચ્યો છે.