કોરોના@કડી: શહેરમાં નવા 5 દર્દી સાથે આજે 8 કેસ વધ્યાં, સંક્રમણ થયુ બેફામ

અટલ સમાચાર, મહેસાણા મહેસાણામાં હવે દૈનિક ધોરણે કોરોનાના કેસો સામે આવતાં સંક્રમણની ચેન તોડવી જરૂરી બન્યુ છે. આજે એકસાથે 8 કેસ આવતાં આરોગ્ય તંત્રમાં દોડધામની સ્થિતિ સર્જાઇ છે. આજે નોંધાયેલા આઠ કેસોમાં સૌથી વધુ કડીમાં પાંચ, મહેસાણામાં બે અને વિસનગરમાં એકનો સમાવેશ થાય છે. પાંચ પુરૂષ અને ત્રણ સ્ત્રી મળી કુલ નવા 8 દર્દીઓને તાત્કાલિક
 
કોરોના@કડી: શહેરમાં નવા 5 દર્દી સાથે આજે 8 કેસ વધ્યાં, સંક્રમણ થયુ બેફામ

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણામાં હવે દૈનિક ધોરણે કોરોનાના કેસો સામે આવતાં સંક્રમણની ચેન તોડવી જરૂરી બન્યુ છે. આજે એકસાથે 8 કેસ આવતાં આરોગ્ય તંત્રમાં દોડધામની સ્થિતિ સર્જાઇ છે. આજે નોંધાયેલા આઠ કેસોમાં સૌથી વધુ કડીમાં પાંચ, મહેસાણામાં બે અને વિસનગરમાં એકનો સમાવેશ થાય છે. પાંચ પુરૂષ અને ત્રણ સ્ત્રી મળી કુલ નવા 8 દર્દીઓને તાત્કાલિક આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉત્તર ગુજરાતના મહેસાણા જીલ્લામાં આજે કોરોનાના એકસાથે આઠ નવા દર્દીઓ સામે આવ્યા છે. જેમાં કડીના કરણનગર રોડ પરના ઉમશિખર-રમાં રહેતા શૈલેષકુમાર ઠક્કર(48), અયોધ્યાનગરમાં રહેતા હસમુખભાઇ પટેલ(50), ભાવપુરાના નાયકવાસમાં રહેતાં ભાવેશભાઇ નાયક(59), શહેરના ન્યુ મહેશ્વરીપાર્કમાં રહેતાં સાવિત્રીબેન મહેશ્વરી(70) અને કડિયાની ખડકીમાં રહેતાં ભરતભાઇ કડિયા(66)નો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે.

કોરોના@કડી: શહેરમાં નવા 5 દર્દી સાથે આજે 8 કેસ વધ્યાં, સંક્રમણ થયુ બેફામ

આ તરફ મહેસાણાની રાધનપુર રોડ પર આવેલી સુર્યોદય સોસાયટીમાં જશીબેન પટેલ(70) અને લકીપાર્ક સોસાયટીમાં રહેતા સંજયકુમાર મોદી(43)નો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આ સાથે વિસનગરના સંતોષનગરમાં રહેતાં જીવીબેન પટેલ(70) પણ પોઝિટીવ બનતા તમામને આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે. આજે નોંધાયેલા તમામ દર્દીઓમાં મોટાભાગે તાવ, ખાંસીના લક્ષણો હોવાનું સામે આવ્યુ છે.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, મહેસાણા જીલ્લામાં આજે 2 સેમ્પલનું રીઝલ્ટ આવતાં બંને પોઝિટીવ આવ્યા છે. આ તરફ ખાનગી લેબમાં અન્ય 6 પોઝિટીવ આવતાં આજે નવા 8 દર્દી સામે આવ્યા છે. આજે નવા 6 દર્દી સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જીલ્લામાં અત્યાર સુધી કોરોના વાયરસના 328 કેસ નોંધાયા છે. તો 214 કોરોનાગ્રસ્ત દર્દીઓ સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. જીલ્લામાં હાલ 84 જેટલા કેસ એક્ટિવ છે.