કોરોના@મહેસાણા: થમવાનુ નામ નથી લેતો, વધુ 3 કેસથી દોડધામ

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા જીલ્લામાં આજે વધુ ત્રણ કેસ પોઝિટીવ આવતા આરોગ્ય તંત્રમાં સંક્રમણ તોડવા દોડધામ મચી છે. આજે 43 સેમ્પલનો રીપોર્ટ નેગેટીવ તો 3 લોકોના કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યા છે. જેમાં ઉચરપી રોડ મહેસાણામાં 2 અને 1 બેચરાજી તાલુકામાં નોંધાયા છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો મહેસાણા જીલ્લામાં કોરોનાના વધુ ત્રણ
 
કોરોના@મહેસાણા: થમવાનુ નામ નથી લેતો, વધુ 3 કેસથી દોડધામ

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા જીલ્લામાં આજે વધુ ત્રણ કેસ પોઝિટીવ આવતા આરોગ્ય તંત્રમાં સંક્રમણ તોડવા દોડધામ મચી છે. આજે 43 સેમ્પલનો રીપોર્ટ નેગેટીવ તો 3 લોકોના કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યા છે. જેમાં ઉચરપી રોડ મહેસાણામાં 2 અને 1 બેચરાજી તાલુકામાં નોંધાયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લામાં કોરોનાના વધુ ત્રણ કેસ સામે આવ્યા છે. ગત દિવસોએ લેવાયેલા સેમ્પલ પૈકી ઉચરપી રોડ પર 2 અને ધારપુરા ખાંટ, તા. બેચરાજીમાં 1 કે એમ કુલ 3 કેસ નોંધાયા છે. જેને લઇ આરોગ્ય તંત્ર દ્રારા તાત્કાલિક તમામને આઇસોલેશન વોર્ડમાં ખસેડવાની તજવીજ હાથ ધરાઇ છે. આ સાથે તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોની શોધખોળ હાથ ધરાઇ છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, આજે 2 કોરોનાગ્રસ્ત દર્દીઓ સાજા થતાં તેમને સાંઇક્રિષ્ણા કોવિડ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. મહેસાણા જીલ્લામાં હાલ પોઝિટીવ એક્ટિવ દર્દી વડનગર હોસ્પિટલમાં 6 અને સાંઇક્રિષ્ણા હોસ્પિટલમાં 13 અને ગાંધીનગર સિવીલ હોસ્પિટલમાં 1 એમ કુલ 20 પોઝિટીવ દર્દી સારવાર લઇ રહેલ છે.