કોરોના@મહેસાણા: આજે નવા 30 વ્યક્તિ પોઝિટીવ, 17 દર્દી સાજા થતાં રજા અપાઇ

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા જીલ્લામાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું હોઇ આજેપણ ડબલ આંકડામાં નવા દર્દી ઉમેરાયાં છે. જીલ્લામાં આજે નવા 30 કેસ તો સામે 17 કોરોનાગ્રસ્ત દર્દી સારવાર દરમ્યાન સાજા થતાં તમામને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ તરફ આરોગ્ય તંત્ર દ્રારા કોવિડ ગાઇડલાઇનના ભાગરૂપે તમામ દર્દીઓના એકદમ નજીકથી અને થોડે દૂરથી સંપર્કમાં આવેલા
 
કોરોના@મહેસાણા: આજે નવા 30 વ્યક્તિ પોઝિટીવ, 17 દર્દી સાજા થતાં રજા અપાઇ

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા જીલ્લામાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું હોઇ આજેપણ ડબલ આંકડામાં નવા દર્દી ઉમેરાયાં છે. જીલ્લામાં આજે નવા 30 કેસ તો સામે 17 કોરોનાગ્રસ્ત દર્દી સારવાર દરમ્યાન સાજા થતાં તમામને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ તરફ આરોગ્ય તંત્ર દ્રારા કોવિડ ગાઇડલાઇનના ભાગરૂપે તમામ દર્દીઓના એકદમ નજીકથી અને થોડે દૂરથી સંપર્કમાં આવેલા લોકોને શોધી તેમને ક્વોરેન્ટાઇન કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉત્તર ગુજરાતના મહેસાણામાં દિવાળી બાદ કોરોના વકર્યો હોય તેમ દરરોજ ડબલ આંકડામાં નવા કેસો સામે આવી રહ્યા છે. મહેસાણા શહેરમાં આજે 9, વિસનગર શહેરમાં 3, ઊંઝા, ખેરાલુ અને વિજાપુર શહેરમાં 1-1 કેસ નોંધાયો છે. આ સાથે મહેસાણા તાલુકાના ખેરવા, મેઉ, ટીંટોદણમાં 1-1 અને પુનાસણમાં 2 કેસ સામે આવ્યા છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, આજે વિસનગર તાલુકાના ભાન્ડુ અને વાલમ ગામે પણ 2-2 કેસ અને ગુંજા ગામે 1 કેસ નોંધાયો છે. આ સાથે કડી તાલુકાના અલદેસણ અને ઘટીસણામાં ‌1-1, વિજાપુરના કુકરવાડા, ટીટોદણ અને દેવપુરમાં 1-1 કેસ મળી જીલ્લામાં કુલ 30 કેસ નોંધાયા છે.