કોરોના@પાટણ: સંક્રમણ બેકાબુ બનતાં આજે નવા 44 દર્દી ઉમેરાયાં, સિધ્ધપુરમાં 20 કેસ

અટલ સમાચાર, પાટણ દિવાળી પછી કોરોનાએ જાણે આંતકી સ્વરૂપ ધારણ કર્યુ હોય તેમ સંક્રમણ સતત વધતાં દરરોજ ડબલ આંકડામાં દર્દીઓ ઉમેરાઇ રહ્યા છે. આજે પાટણ જીલ્લામાં નવા 44 કેસ આવતાં આરોગ્ય તંત્રમાં સંક્રમણની ચેન તોડવા દોડધામ મચી છે. જીલ્લામાં તહેવારો ટાંણે આવનજાવન બેફામ બનતાં અને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ સાથે માસ્ક નહીં પહેરવારને કારણે જાણે કોરોનાને
 
કોરોના@પાટણ: સંક્રમણ બેકાબુ બનતાં આજે નવા 44 દર્દી ઉમેરાયાં, સિધ્ધપુરમાં 20 કેસ

અટલ સમાચાર, પાટણ

દિવાળી પછી કોરોનાએ જાણે આંતકી સ્વરૂપ ધારણ કર્યુ હોય તેમ સંક્રમણ સતત વધતાં દરરોજ ડબલ આંકડામાં દર્દીઓ ઉમેરાઇ રહ્યા છે. આજે પાટણ જીલ્લામાં નવા 44 કેસ આવતાં આરોગ્ય તંત્રમાં સંક્રમણની ચેન તોડવા દોડધામ મચી છે. જીલ્લામાં તહેવારો ટાંણે આવનજાવન બેફામ બનતાં અને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ સાથે માસ્ક નહીં પહેરવારને કારણે જાણે કોરોનાને ખુલ્લું આંમત્રણ મળ્યું હોય તેમ કેસો સામે આવી રહ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લામાં આજે ફરી એકવાર કોરોના વિસ્ફોટ થયો હોય તેમ 44 કેસ નોંધાયા છે. આજે પાટણ શહેરમાં 8, તાલુકાના ધારપુરમાં 2, માંડોત્રીમાં 1, ચાણસ્મા શહેરમાં 2, તાલુકાના છમીછામાં 2, મીઠીધારીયાલ, ઇસ્લામપુરામાં 1-1, સમી તાલુકાના બાસ્પા ગામે 2, હારીજ શહેરમાં 1 કેસ નોંધાયો છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, આજે સૌથી વધુ કેસ સિધ્ધપુર શહેરમાં 12, તાલુકાના બિલીયામાં 3, સુજાણપુર, તાવડીયા, ચાટાવાડા, ખોલવાડા, કુંવારામાં 1-1, રાધનપુર શહેરમાં 1 અને સુલ્તાનપુરામાં 1, સરસ્વતી તાલુકાના સરીયદમાં 2 કેસ નોંધાયા છે. આરોગ્ય તંત્ર દ્રારા કોવિડી ગાઇડલાઇન અંતર્ગત તમામ દર્દીઓના એકદમ નજીકથી અને થોડે દૂરથી સંપર્કમાં આવેલા લોકોને શોધી તેમને ક્વોરેન્ટાઇન કરવા કવાયત હાથ ધરી છે.