કોરોના@પાટણઃ જિલ્લાના 8 તાલુકાઓના 70 વિસ્તારોને કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરાયા

અટલ સમાચાર, પાટણ કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા સમયાંતરે પ્રસિદ્ધ કરવામાં આવેલા જાહેરનામા સાથે જિલ્લા મેજીસ્ટ્રેટ સુપ્રીત સિંઘ ગુલાટી દ્વારા કન્ટેઈનમેન્ટ ઝોનની ગાઈડલાઈન તથા સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટઓ દ્વારા મોકલી આપવામાં આવેલી દરખાસ્તના પગલે લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલા રૂપે પાટણ જિલ્લાના ત્રણ તાલુકાઓના વિવિધ વિસ્તારોમાં વધારાના પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. અટલ સમાચાર આપના
 
કોરોના@પાટણઃ જિલ્લાના 8 તાલુકાઓના 70 વિસ્તારોને કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરાયા

અટલ સમાચાર, પાટણ

કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા સમયાંતરે પ્રસિદ્ધ કરવામાં આવેલા જાહેરનામા સાથે જિલ્લા મેજીસ્ટ્રેટ સુપ્રીત સિંઘ ગુલાટી દ્વારા કન્ટેઈનમેન્ટ ઝોનની ગાઈડલાઈન તથા સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટઓ દ્વારા મોકલી આપવામાં આવેલી દરખાસ્તના પગલે લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલા રૂપે પાટણ જિલ્લાના ત્રણ તાલુકાઓના વિવિધ વિસ્તારોમાં વધારાના પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ તથા ગુજરાત પોલીસ અધિનિયમ- ૧૯૫૧ની કલમ-૩૭(૩) હેઠળ મળેલ સત્તાની રૂએ જિલ્લા મેજીસ્ટ્રેટ સુપ્રીત સિંઘ ગુલાટી દ્વારા જિલ્લાના પાટણ તાલુકાના ૦૫, સરસ્વતી તાલુકાના ૦૧, સિદ્ધપુર તાલુકાના ૦૭, ચાણસ્મા તાલુકાના ૦૨, હારીજ તાલુકાના ૦૭, સમી તાલુકાના ૦૮, શંખેશ્વર તાલુકાના ૦૪, રાધનપુર તાલુકાના ૧૬ તથા સાંતલપુર તાલુકાના ૨૦ વિસ્તારો મળી કુલ ૭૦ વિસ્તારોમાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા નિર્દિષ્ટ માઈક્રો કન્ટેઈનમેન્ટ વિસ્તારોમાં વધારાના કૃત્યો પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

જે મુજબ ઉપરોક્ત વિસ્તારોમાં માત્ર આવશ્યક પ્રવૃત્તિઓને જ પરવાનગી આપવામાં આવી છે. મેડિકલ ઈમરજન્સી તથા આવશ્યક ચીજ વસ્તુઓ અને સેવાઓનો પુરવઠો જાળવી રાખવાના હેતુ સિવાય કન્ટેઈનમેન્ટ ઝોનમાં લોકોના આવન-જાવન પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. સાથે સાથે કામદારો, કારીગરો, કર્મચારીઓ, દુકાન માલિકો વગેરે જેઓના ઘર કે વસવાટ કન્ટેઈનમેન્ટ કે માઈક્રો કન્ટેઈનમેન્ટ વિસ્તારમાં આવેલ હોય તેઓને આ કન્ટેઈનમેન્ટ કે માઈક્રો કન્ટેઈનમેન્ટ વિસ્તાર કે ઝોન છોડી બહાર નિકળવાની પરવાનગી રહેશે નહીં

સરકારી ફરજ અથવા કામગીરીમાં હોય તેમજ હોમગાર્ડ કે અન્ય સરકારી કે અર્ધ સરકારી એજન્સી જેઓ કાયદેસરની ફરજ ઉપર હોય તેઓને તથા સરકાર માન્ય વાજબી ભાવની દુકાનો તથા કેન્દ્ર અને રાજ્ય સરકારના આદેશો હેઠળ જેઓને મુક્તિ મળવા પાત્ર છે તેવા ઈસમોને તથા અધિકૃત અધિકારી દ્વારા ઈસ્યુ કરવામાં આવેલ પાસ ધારકોને આ હુકમ લાગુ પડશે નહીં.

આ જાહેરનામું તા.૧૫ ઓક્ટોબરથી તા.૨૮ ઓક્ટોબર, ૨૦૨૦ સુધી અમલમાં રહેશે. આ હુકમના કોઈપણ ખંડનો ભંગ અગર ઉલ્લંઘન કરનાર શખ્સ ભારતીય ફોજદારી અધિનિયમ-૧૮૬૦ની કલમ-૧૮૮ હેઠળ તથા ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૫ મુજબ શિક્ષાને પાત્ર થશે. કોરોના વાયરસના સંક્રમણને ધ્યાને લેતાં લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલાંરૂપે લોકોની વધુ અવર-જવર વાળા જાહેર અને ખાનગી સ્થળોએ વાયરસને ફેલાતો અટકાવવા સારૂ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી કન્ટેઈનમેન્ટ ઝોનમાં તા.૦૧/૧૦/૨૦૨૦ના ૦૦.૦૦ કલાકથી તા.૩૧/૧૦/૨૦૨૦ના ૨૪.૦૦ કલાક સુધી લોકડાઉનની અવધી લંબાવવામાં આવી છે.