કોરોના@પાટણ: કલેક્ટરે ટેમ્પરેચર ગનનુ સ્વિકાર્યું, એસપીએ આરોગ્ય ઉપર ઢોળ્યું

અટલ સમાચાર, પાટણ પાટણ જિલ્લાની હદમાંથી પસાર થતાં વાહન ચાલકોનુ શારીરિક તાપમાન ચકાસવા બાબતે સ્પષ્ટતા સામે આવી છે. હાલમાં હાઇવે પર મૂકેલ પોલીસ પોઈન્ટ પૈકી એકપણ પાસે ટેમ્પેરેચર ગન નથી. આ અંગે અટલ સમાચાર ડોટ કોમના અહેવાલ બાદ મંથન થયું છે. કલેક્ટરે ટેમ્પરેચર ગનની વ્યવસ્થા એ સારૂં સુચન હોવાનો સ્વિકાર કર્યો છે. જ્યારે એસપીએ સમગ્ર
 
કોરોના@પાટણ: કલેક્ટરે ટેમ્પરેચર ગનનુ સ્વિકાર્યું, એસપીએ આરોગ્ય ઉપર ઢોળ્યું

અટલ સમાચાર, પાટણ

પાટણ જિલ્લાની હદમાંથી પસાર થતાં વાહન ચાલકોનુ શારીરિક તાપમાન ચકાસવા બાબતે સ્પષ્ટતા સામે આવી છે. હાલમાં હાઇવે પર મૂકેલ પોલીસ પોઈન્ટ પૈકી એકપણ પાસે ટેમ્પેરેચર ગન નથી. આ અંગે અટલ સમાચાર ડોટ કોમના અહેવાલ બાદ મંથન થયું છે. કલેક્ટરે ટેમ્પરેચર ગનની વ્યવસ્થા એ સારૂં સુચન હોવાનો સ્વિકાર કર્યો છે. જ્યારે એસપીએ સમગ્ર બાબત જિલ્લા આરોગ્ય ઉપર ટોળી દીધી છે. લોકડાઉન વચ્ચે હાઇવે પરથી પસાર થતાં વ્યક્તિને શંકાસ્પદ કોરોના હોવાની તપાસ અત્યંત મહત્વની છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કોરોના વાયરસને લઇ દેશભરમાં લોટડાઉન છે ત્યારે આવશ્યક ચીજવસ્તુઓની આપૂર્તિ અને તે સિવાય અત્યંત જરૂરી કામ માટે વાહનોની અવરજવર યથાવત છે. આ દરમ્યાન પસાર થતાં કોઈને પણ કોરોના વાયરસના લક્ષણો છે કેમ તે ધ્યાન રાખવું પણ અગત્યનું છે. આરોગ્ય વિભાગના સર્વેમાંથી બાકાત રહેલા હોય અને આ દરમ્યાન હાઇવે પરથી પસાર થઈ જાય ત્યારે કોરોના પોઝિટિવ આવે તો મહા મુશ્કેલી બની શકે છે. આથી હાઇવે પર કમસેકમ ટેમ્પરેચર ગન દ્વારા તપાસ મહત્વની છે. જેનો અહેવાલ પ્રસિદ્ધ કર્યા બાદ પાટણ જિલ્લા વહીવટીતંત્રના જવાબ સામે આવ્યા છે.

એસપી અક્ષયરાજ મકવાણાએ આ કામ પોલીસનું ન હોઇ આરોગ્ય ટીમ ઉપર ઢોળ્યું હતું. જ્યારે ક્લેક્ટર આનંદ પટેલે ટેમ્પરેચર ગનની વ્યવસ્થા એ સારૂં સુચન હોવાનો સ્વિકાર કર્યો હતો. આ સાથે જો જરૂર પડશે તો પોલીસ ટીમને ટેમ્પરેચર ગનની તાલીમ આપવાની પણ તૈયારી બતાવી છે. જ્યારે આ તરફ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાલવીને પુછતાં આદેશ નથી છતાંપણ જરૂરિયાતને તપાસ કરાવી દઈએ તેમ કહ્યું હતું. હાઇવે પરથી કોરોનાનો શંકાસ્પદ પસાર થવાની સંભાવના હોઇ ટેમ્પરેચર ગનથી તપાસ કરવી અગત્યની છે.