કોરોના@પાટણ: કાલથી લોકડાઉનની વિનંતી હોઇ લોકોએ ખરીદી માટે દોટ મૂકી, જામી ભીડ

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ પાટણ જીલ્લામાં આવતીકાલથી એક અઠવાડીયાના સ્વૈચ્છિક લોકડાઉન પહેલાં જ આજે બજારોમાં ભારે ભીડ જોવા મળી હતી. જીલ્લામાં વધતાં જતાં કોરોના કેસોને લઇ પાટણ કલેક્ટર, એસપી સહિત વેપારીઓ એસોસિએશનની બેઠકમાં અઠવાડીયાના સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય લેવાયો હતો. જેને લઇ આજે પાટણ શહેરની બજારોમાં લોકો જાણે કોરોનાને ખુલ્લુ આમંત્રણ આપતાં હોય તેમ મોટી
 
કોરોના@પાટણ: કાલથી લોકડાઉનની વિનંતી હોઇ લોકોએ ખરીદી માટે દોટ મૂકી, જામી ભીડ

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ

પાટણ જીલ્લામાં આવતીકાલથી એક અઠવાડીયાના સ્વૈચ્છિક લોકડાઉન પહેલાં જ આજે બજારોમાં ભારે ભીડ જોવા મળી હતી. જીલ્લામાં વધતાં જતાં કોરોના કેસોને લઇ પાટણ કલેક્ટર, એસપી સહિત વેપારીઓ એસોસિએશનની બેઠકમાં અઠવાડીયાના સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય લેવાયો હતો. જેને લઇ આજે પાટણ શહેરની બજારોમાં લોકો જાણે કોરોનાને ખુલ્લુ આમંત્રણ આપતાં હોય તેમ મોટી સંખ્યામાં જોવા મળ્યાં હતા. આ તરફ પાટણ જીલ્લાના હારીજ, ચાણસ્મા, સિદ્ધપુર, રાધનપુર, સમી અને વારાહીમાં પણ લોકોની ભીડ જોવા મળી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉત્તર ગુજરાતના પાટણ જીલ્લામાં આવતીકાલથી અઠવાડીયાનું સ્વૈચ્છિક લોકડાઉન થનાર છે. જેમાં તમામ વેપારીઓને સ્વૈચ્છિક બંધ રાખવા અપીલ કરવામાં આવી છે. જેને લઇ હવે લોકો મોટી સંખ્યામાં અઠવાડીયાનો સામાન ખરીદવા બેબાકળા બન્યાં હોય તેમ બજારોમાં ઉમટ્યાં છે.

કોરોના@પાટણ: કાલથી લોકડાઉનની વિનંતી હોઇ લોકોએ ખરીદી માટે દોટ મૂકી, જામી ભીડ

પાટણની બજારોમાં આજે ઠેર-ઠેર ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યાં હતા. આ સાથે લોકડાઉન પહેલાં ખરીદી કરવા ઉમટેલી ભીડને કારણે એકથી દોઢ કિલોમીટર સુધી વાહનોની લાંબી લાઈનો લાગી હતી.

કોરોના@પાટણ: કાલથી લોકડાઉનની વિનંતી હોઇ લોકોએ ખરીદી માટે દોટ મૂકી, જામી ભીડ

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ઉત્તર ગુજરાતના પાટણ જીલ્લામાં દરરોજ સતત ત્રણ આંકડામાં કોરોનાના કેસો સામે આવી રહ્યા છે.

આ તરફ પાટણમાં વેપારી એસોસિએશન અને વહીવટી તંત્ર દ્રારા સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત બાદ આજે મોટી સંખ્યામાં લોકો બજારોમાં ઉમટી પડ્યા હતા.

કોરોના@પાટણ: કાલથી લોકડાઉનની વિનંતી હોઇ લોકોએ ખરીદી માટે દોટ મૂકી, જામી ભીડ

જેમાં હારીજ, ચાણસ્મા, સિદ્ધપુર, રાધનપુર, સમી, વારાહી અને પાટણ શહેરની બજારો ભારે ભીડ જોવા મળી હતી. જોકે વેપારીઓ પોતાના વેપાર કરવામાં અને લોકો પોતાની સ્વાસ્થયની કાળજી ભૂલ્યાં હોય તેમ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતાં જોવા મળ્યાં હતા.

કોરોના@પાટણ: કાલથી લોકડાઉનની વિનંતી હોઇ લોકોએ ખરીદી માટે દોટ મૂકી, જામી ભીડ