કોરોના@પાટણ: સંક્રમણ કાબૂ બહાર, આજે 9 દર્દીઓ ઉમેરાતાં કુલ આંક 838

અટલ સમાચાર, પાટણ (હર્ષલ ઠાકર) પાટણમાં સ્થાનિક સંક્રમણ કાબૂ બહાર ગયુ હોય તેમ દરરોજ નવા કેસો સામે આવી રહ્યા છે. આજ રોજ નોંધાયેલા કોરોના કેસોમાં પાટણમાં 5, સિદ્ધપુરમાં 2 જ્યારે ચાણસ્મા અને હારિજમાં 1-1 કેસ નોંધાયા છે. કોરોના કહેરથી જિલ્લા વાસીઓમાં ફફડાટ વ્યાપી રહ્યો છે. આ સાથે પાટણ જિલ્લામાં કોરોના કેસની સંખ્યા 838 થઈ જવા
 
કોરોના@પાટણ: સંક્રમણ કાબૂ બહાર, આજે 9 દર્દીઓ ઉમેરાતાં કુલ આંક 838

અટલ સમાચાર, પાટણ (હર્ષલ ઠાકર)

પાટણમાં સ્થાનિક સંક્રમણ કાબૂ બહાર ગયુ હોય તેમ દરરોજ નવા કેસો સામે આવી રહ્યા છે. આજ રોજ નોંધાયેલા કોરોના કેસોમાં પાટણમાં 5, સિદ્ધપુરમાં 2 જ્યારે ચાણસ્મા અને હારિજમાં 1-1 કેસ નોંધાયા છે. કોરોના કહેરથી જિલ્લા વાસીઓમાં ફફડાટ વ્યાપી રહ્યો છે. આ સાથે પાટણ જિલ્લામાં કોરોના કેસની સંખ્યા 838 થઈ જવા પામી છે. જ્યારે અત્યાર સુધી 56 લોકોએ કોરોનાના લીધે જીવ ગુમાવ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉત્તર ગુજરાતના પાટણ જીલ્લામાં આજે કોરોનાના 9 દર્દીઓનો ઉમેરો થતાં કુલ આંક 838 પહોંચ્યો છે. આજે નોંધાયેલા કેસોમા 6 પુરૂષ અને 3 સ્ત્રીઓનો સમાવેશ થાય છે. જિલ્લામાં દિન-પ્રતિદિન કોરોના સંક્રમણ વધી રહ્યુ છે. આજે પાટણ શહેરના નાનીસરામાં 2, ગુરૂનગરમાં 1, ધારપુર કેમ્પસમાં 1 જ્યારે હાંસાપુર ગામમાં 1 કેસ નોંધાયો છે. સિદ્ધપુર શહેરની ધરણીધર સોસાયટીમાં 1 તેમજ ખોલવાડા ગામમાં 1 કેસ નોંધાયો છે. જ્યારે હારિજ શહેરની સિદ્ધેશ્વરી સોસાયટીમાં 1 તેમજ ચાણસ્મા તાલુકાના પીંઢારપુરામાં 1 કેસ નોંધાવા પામ્યો છે.

કોરોના@પાટણ: સંક્રમણ કાબૂ બહાર, આજે 9 દર્દીઓ ઉમેરાતાં કુલ આંક 838

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, કોરોના મહામારીનાં વ્યાપક ફેલાવા માટે અનલોક-2 પાટણ જિલ્લામાટે ઘાતક પુરવાર થયુ છે. ત્યારે અનલોક-3 જિલ્લાવાસીઓ માટે કેવુ રહેશે તે આવનારો સમય જ બતાવશે! વધતા કોરોના સંક્રમણને અટકાવવા જિલ્લામાં જે સ્થળે માઈક્રો કન્ટેઈમેન્ટ ઝોન કાર્યરત છે તે તમામ સ્થળે લોકડાઉન નો ચુસ્ત અમલ થાય તે માટે પાટણ કલેકટર કડક સૂચન કરે તે અંત્યત જરૂરી છે.