કોરોના@પાટણ: આજે નવા 12 લોકો સંક્રમિત બન્યા, જીલ્લાનો કુલ આંક 2485 પહોંચ્યો

અટલ સમાચાર, પાટણ કોરોના મહામારી વચ્ચે આજે પાટણ જીલ્લામાં નવા 12 લોકો સંક્રમિત બન્યા છે. અનલોક 5માં મળેલી છૂટછાટો વચ્ચે કોરોના સંક્રમણ રોકેટ ગતિએ આગળ વધતું હોઇ દરરોજ ડબલ આંકડામાં નવા કેસો સામે આવી રહ્યા છે. આરોગ્ય તંત્ર દ્રારા આજે નોંધાયેલા તમામ દર્દીઓને આઇસોલેશન વોર્ડમાં મોકલી આપી સંબંધિત વિસ્તારોમાં સેનેટાઇઝેશનની કવાયત હાથ ધરી છે. આ
 
કોરોના@પાટણ: આજે નવા 12 લોકો સંક્રમિત બન્યા, જીલ્લાનો કુલ આંક 2485 પહોંચ્યો

અટલ સમાચાર, પાટણ

કોરોના મહામારી વચ્ચે આજે પાટણ જીલ્લામાં નવા 12 લોકો સંક્રમિત બન્યા છે. અનલોક 5માં મળેલી છૂટછાટો વચ્ચે કોરોના સંક્રમણ રોકેટ ગતિએ આગળ વધતું હોઇ દરરોજ ડબલ આંકડામાં નવા કેસો સામે આવી રહ્યા છે. આરોગ્ય તંત્ર દ્રારા આજે નોંધાયેલા તમામ દર્દીઓને આઇસોલેશન વોર્ડમાં મોકલી આપી સંબંધિત વિસ્તારોમાં સેનેટાઇઝેશનની કવાયત હાથ ધરી છે. આ તરફ આજે નોંધાયેલા કેસો સહિત જીલ્લામાં અત્યાર સુધી 2485 કેસ નોંધાઇ ચુક્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લામાં આજે કોરોના વાયરસના નવા 12 કેસ નોંધાયા છે. જેમાં ચાણસ્મા તાલુકાના દેલમાલ અને ધિણોજમાં 1-1, કેશણીમાં 2, સિધ્ધપુર શહેરમાં 2, તાલુકાના ગાંગલાસણમાં 2, પાટણ શહેરમાં 1, પાટણ તાલુકાના આંબાપુરામાં 1, રાધનપુર શહેરમાં 1 અને સરસ્વતી તાલુકાના અઘાર ગામે 1 મળી નવા 12 કેસ નોંધાયા છે. આ તરફ આરોગ્ય તંત્ર દ્રારા તમામ દર્દીઓના એકદમ નજીકથી અને થોડે દૂરથી સંપર્કમાં આવેલા લોકોને શોધી તેમને ક્વોરેન્ટાઇન કરવાની કવાયત હાથ ધરી છે.