કોરોના@પાટણ: સ્વયંભૂ બંધ રાખ્યું છતાં સંક્રમણ બેફામ, નવા 14 કેસ ખુલતાં ચિંતા

અટલ સમાચાર, પાટણ પાટણમાં કોરોના વિસ્ફોટનો રાફડો હવે દૈનિક બન્યો હોય તેમ દરરોજ ડબલ આંકડામાં નવા કેસો સામે આવી રહ્યા છે. આજે જીલ્લામાં એકસાથે 14 લોકો કોરોના પોઝિટીવ જાહેર થયા છે. જેમાં સૌથી વધુ 9 પુરૂષો અને 5 સ્ત્રીઓનો સમાવેશ થાય છે. આજે નોંધાયેલા કેસો પૈકી શહેરી વિસ્તારમાં સૌથી વધુ સંક્રમણ કાબૂ બહાર ગયુ હોવાનું
 
કોરોના@પાટણ: સ્વયંભૂ બંધ રાખ્યું છતાં સંક્રમણ બેફામ, નવા 14 કેસ ખુલતાં ચિંતા

અટલ સમાચાર, પાટણ

પાટણમાં કોરોના વિસ્ફોટનો રાફડો હવે દૈનિક બન્યો હોય તેમ દરરોજ ડબલ આંકડામાં નવા કેસો સામે આવી રહ્યા છે. આજે જીલ્લામાં એકસાથે 14 લોકો કોરોના પોઝિટીવ જાહેર થયા છે. જેમાં સૌથી વધુ 9 પુરૂષો અને 5 સ્ત્રીઓનો સમાવેશ થાય છે. આજે નોંધાયેલા કેસો પૈકી શહેરી વિસ્તારમાં સૌથી વધુ સંક્રમણ કાબૂ બહાર ગયુ હોવાનું સ્પષ્ટ થયુ છે. આ તરફ ગ્રામ્ય વિસ્તારોમાં પણ દરરોજ નવા મહોલ્લાંઓ અને શેરીઓમાં કોરોના ઘુસપેટ કરી રહ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉત્તર ગુજરાતના પાટણ જીલ્લામાં આજે સાંજના સમયે એકસાથે નવા 14 લોકો કોરોના પોઝિટીવ જાહેર થયા છે. આ તરફ જીલ્લામાં કોરોના પોઝીટીવનો કુલ આંક 827 પહોંચ્યો છે. આજે પાટણ શહેરમાં 2, તાલુકામાં 3, ચાણસ્મા તાલુકામાં 1, રાધનપુર શહેરમાં 1 અને તાલુકામાં 1, હારીજ શહેરમાં 1 અને હારીજ તાલુકામાં 1, સિધ્ધપુર શહેરમાં 3 અને તાલુકામાં 1 મળી નવા 14 દર્દીઓનો ઉમેરો થયો છે.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, અનલોકમાં મળેલી છૂટછાટને કારણે દરરોજ નવા દર્દીઓનો ઉમેરો થઇ રહ્યો છે. આ તરફ જીલ્લામાં આજે નવા 14 દર્દીઓ ઉમેરાતાં તેમના સંપર્કમાં આવેલા લોકો ચોંક્યા છે. આરોગ્ય તંત્ર દ્રારા કોવિડ ગાઇડલાઇન અંતર્ગત આ તમામ દર્દીઓના એકદમ નજીક અને થોડે દૂરથી સંપર્કમાં આવેલા લોકોને શોધી તેમને ક્વોરેન્ટાઇન કરવાની કવાયત હાથ ધરાઇ છે.