કોરોના@પાટણ: શહેરી વિસ્તારમાં સંક્રમણ બેકાબૂ, આજે નવા 13 દર્દી ખુલ્યાં

અટલ સમાચાર, પાટણ (હર્ષલ ઠાકર, દિવ્યાંગ જોષી) પાટણમાં કોરોના સંક્રમણ વધતાં આજે સાંજના સમયે નવા 13 કેસ ઉમેરાતાં કુલ આંક 803 પહોંચ્યો છે. આજે સૌથી વધુ 10 પાટણ શહેરમાં કોરોના કેસો નોંધાતાં લોકલ સંક્રમણ કાબૂ બહાર ગયુ હોવાનું સ્પષ્ટ થયુ છે. આજે નોંધાયેલા દર્દીઓના સંપર્કમાં આવેલા સહિત મહોલ્લાંવાસીઓ ચોંકી ઉઠ્યા છે. જીલ્લામાં સતત વધતાં જતાં
 
કોરોના@પાટણ: શહેરી વિસ્તારમાં સંક્રમણ બેકાબૂ, આજે નવા 13 દર્દી ખુલ્યાં

અટલ સમાચાર, પાટણ (હર્ષલ ઠાકર, દિવ્યાંગ જોષી)

પાટણમાં કોરોના સંક્રમણ વધતાં આજે સાંજના સમયે નવા 13 કેસ ઉમેરાતાં કુલ આંક 803 પહોંચ્યો છે. આજે સૌથી વધુ 10 પાટણ શહેરમાં કોરોના કેસો નોંધાતાં લોકલ સંક્રમણ કાબૂ બહાર ગયુ હોવાનું સ્પષ્ટ થયુ છે. આજે નોંધાયેલા દર્દીઓના સંપર્કમાં આવેલા સહિત મહોલ્લાંવાસીઓ ચોંકી ઉઠ્યા છે. જીલ્લામાં સતત વધતાં જતાં કોરોના કેસોની સંખ્યાને જોતાં લોકો જાતે જ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે તે જરૂરી બન્યુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉત્તર ગુજરાતના પાટણમાં આજે સાંજના સમયે કોરોનાના નવા તેર દર્દીઓ સામે આવ્યા છે. આજે શહેરના શિવાલય બંગ્લોઝ, રોકડીયા ગેટ, સુભાષનગર, રામનગર, શ્રમજીવી સોસાયટી, ગુર્જરવાડો, પંચોલી પાડો, સુંદરમ સોસાયટી, બહુચરમાતાનો પાડો અને હાંસાપુરમાં કેસો નોંધાયા છે. આ સાથે સરસ્વતી તાલુકાના ઓઢવા, સિધ્ધુપર તાલુકાના સેદ્રાણા અને તાવડીયામાં પણ એક-એક કેસ નોંધાતા ખળભળાટ મચી ગયો છે.

કોરોના@પાટણ: શહેરી વિસ્તારમાં સંક્રમણ બેકાબૂ, આજે નવા 13 દર્દી ખુલ્યાં

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, પાટણ શહેર અને જીલ્લામાં અનલોકમાં મળેલી છૂટને કારણે કોરોના પોઝિટીવ કેસનો આંકડો આસમાને પહોંચી રહ્યો છે. આજે સાંજના સમયે 13 કેસ આવતાં શહેરી વિસ્તારમાં સંક્રમણની ચેન તોડવી જરૂરી બન્યુ છે. આરોગ્ય તંત્ર દ્રારા કોવિડ ગાઇડલાઇન મુજબ આજે નોંધાયેલા તમામ દર્દીઓના એકદમ નજીક અને થોડે દૂરથી સંપર્કમાં આવેલા લોકોની શોધખોળ હાથ ધરી તેમને ક્વોરેન્ટાઇન કરવાની કવાયત શરૂ કરાઇ છે.