કોરોના: પંજાબના મુખ્યમંત્રીએ 1 ડિસેમ્બરથી નાઇટ કર્ફ્યૂની જાહેરાત કરી

અટલ સમાચાર, ડેસ્ક પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું છે કે, રાજ્યમાં કોરોના સંબંધી નિયમ નહીં પાળવમાં આવે તો બમણો દંડ વસૂલ કરવામાં આવશે. આ ઉપરાંત 1 ડિસેમ્બરથી તમામ હોટલ, રેસ્ટોરાં અને લગ્ન સ્થળોને રાત્રે 9:30 વાગ્યે બંધ કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.’ અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો પંજાબમાં કોરોનાની સ્થિતિ પર
 
કોરોના: પંજાબના મુખ્યમંત્રીએ 1 ડિસેમ્બરથી નાઇટ કર્ફ્યૂની જાહેરાત કરી

અટલ સમાચાર, ડેસ્ક

પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું છે કે, રાજ્યમાં કોરોના સંબંધી નિયમ નહીં પાળવમાં આવે તો બમણો દંડ વસૂલ કરવામાં આવશે. આ ઉપરાંત 1 ડિસેમ્બરથી તમામ હોટલ, રેસ્ટોરાં અને લગ્ન સ્થળોને રાત્રે 9:30 વાગ્યે બંધ કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.’

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પંજાબમાં કોરોનાની સ્થિતિ પર એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બાદ સરકારી પ્રવક્તાએ જણાવ્યું કે કોરોનાના બચાવની ગાઇડલાઇનનું ઉલ્લંઘન કરવા પર હવે 500 રૂપિયાને બદલે 1000 રૂપિયા દંડ ફટકારવામાં આવશે
પંજાબમાં સારવાર માટે દિલ્હીથી દર્દીઓ આવતા હોવાથી રાજ્યની ખાનગી હૉસ્પિટલોમાં બેડની ઉપલબ્ધતાની સમીક્ષા કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રીએ મુખ્ય સચિવ વિન્ની મહાજનને સંબંધિત વિભાગોની સાથે મળી કામ કરવા માટે કહ્યું છે.

કેપ્ટન અમરિંદર સિંહે સ્વાસ્થ્ય અને ચિકિત્સા શિક્ષણ વિભાગોના વિશેષજ્ઞ, સુપર-સ્પેશ્યાલિસ્ટ, નર્સ અને પેરામેડિકલની ઇમરજન્સી નિયુક્તિઓ કરવાના નિર્દેશ આપ્યા. વિભાગોને ભવિષ્યમાં આવશ્યક્તા પડતાં ચાર અને પાંચમા વર્ષના એમબીબીએસને બેક-અપ તરીકે તૈયાર કરવા અંગે વિચાર કરવા માટે પણ કહેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, પંજાબમાં કોરોનાના મામલા સતત વધતા જઈ રહ્યા છે. મંગળવારે જ રાજ્યમાં 614 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. બીજી તરફ 22 દર્દીનાં મોત થયા હતા. સાજા થયેલા દર્દીઓની સંખ્યા 439 છે.