કોરોના@સુરતઃ બપોરસુધીમાં નવા 129 કેસ નોંધાયા, કુલ 36,580 દર્દી

અટલ સમાચાર, ડેસ્ક સુરતમાં અત્યાર સુધીમાં ૧૦૦૩ દર્દીઓનો ભોગ લેનાર કોરોના વાયરસના સંક્રમણની ગતિ છેલ્લા કેટલાક દિવસોથી ઓછી થઈ રહી છે. આજે સવારે સુરત સીટીમાં ૮૪ અને ગ્રામ્યમાં ૫૪ નવા દર્દીઓ પોઝિટિવ આવ્યા છે. સુરતમાં કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા ૩૬,૫૮૦ ઉપર પહોંચી ગઈ છે. મનપાના આરોગ્ય વિભાગ દ્વારા ગુરુવારે જાહેર કરવામાં આવેલા કોરોના બુલેટીનમાં ગઈકાલે
 
કોરોના@સુરતઃ બપોરસુધીમાં નવા 129 કેસ નોંધાયા, કુલ 36,580 દર્દી

અટલ સમાચાર, ડેસ્ક

સુરતમાં અત્યાર સુધીમાં ૧૦૦૩ દર્દીઓનો ભોગ લેનાર કોરોના વાયરસના સંક્રમણની ગતિ છેલ્લા કેટલાક દિવસોથી ઓછી થઈ રહી છે. આજે સવારે સુરત સીટીમાં ૮૪ અને ગ્રામ્યમાં ૫૪ નવા દર્દીઓ પોઝિટિવ આવ્યા છે. સુરતમાં કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા ૩૬,૫૮૦ ઉપર પહોંચી ગઈ છે. મનપાના આરોગ્ય વિભાગ દ્વારા ગુરુવારે જાહેર કરવામાં આવેલા કોરોના બુલેટીનમાં ગઈકાલે નવા ૧૬૨ પોઝિટિવ કેસ આવ્યા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સેન્ટ્રલ ઝોનમાં ૨૫૮૭, વરાછા-એ ઝોનમાં ૨૯૬૨, બી-ઝોનમાં ૨૪૩૧, રાંદેર ઝોનમાં ૩૯૪૧, કતારગામ ઝોનમાં ૪૫૧૯, લિંબાયત ઝોનમાં ૨૮૧૭, ઉધના ઝોનમાં ૨૨૪૬ અને અઠવા ઝોનમાં ૪૯૬૪ છે. જયારે તેની સામે સુરત સીટીમાં અત્યાર સુધીમાં ૨૪૬૩૫ દર્દીઓને કોરોનાને મ્હાત આપી સાજા થતા ડિસ્ચાર્જ થયા છે. પરંતુ ૭૨૬ દર્દીઓનો મોત નિપજ્યા છે.

આજે સવારે નવા ૮૪ કેસ બહાર આવ્યા છે જે સાથે સુરત સીટીમાં કુલ કેસની સંખ્યા ૨૬,૫૫૦ થઈ છે. જયારે ગ્રામ્ય વિસ્તારમાં ગઈકાલ સુધીમાં ૯૯૮૫ કેસ નોધાયા હતા. જેમાં ચોર્યાસીમાં ૧૮૯૩, ઓલપાડમાં ૧૨૫૭, કામરેજમાં ૧૯૨૧, પલસાણામાં ૧૪૦૫, બારડોલીમાં ૧૬૬૨, મહુવામાં ૪૪૨, માંડવીમાં ૪૪૯, માંગરોલમાં ૮૭૮ અને ઉમરપાડામાં ૭૮ કેસ થયા છે. જયારે આજે સવારે નવા ૪૫ કેસ બહાર આવ્યા છે જે સાથે ગ્રામ્યમાં કુલ કેસની સંખ્યા ૧૦ હજારને પાર કરી ૧૦,૦૩૦ થઈ છે જાકે તેની સામે ૯૧૦૫ દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી છે પરંતુ ૨૭૭ દર્દીઅઓના મોત થયા છે.