કોરોના@સુરતઃ બપોર સુધીમાં બેવડી સદી, 213 પોઝિટિવ કેસ નોંધાયા

અટલ સમાચાર, ડેસ્ક સુરતમાં આજે બપોર સુધીમાં સુરતમાં વધુ 213 કેસો બહાર આવ્યા છે આ સાથે કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો વધીને 30,506 ઉપર પહોચી ગયો છે. સુરતમાં અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા 22,317 ઉપર થઈ છે. જયારે કોરોના ખપ્પરમાં સપડાયેલા 682 દર્દીઓના જીવ ગયા છે. જિલ્લામાં 105 કેસ સાથે કેસની સંખ્યા 8,189 થઈ છે અને
 
કોરોના@સુરતઃ બપોર સુધીમાં બેવડી સદી, 213 પોઝિટિવ કેસ નોંધાયા

અટલ સમાચાર, ડેસ્ક

સુરતમાં આજે બપોર સુધીમાં સુરતમાં વધુ 213 કેસો બહાર આવ્યા છે આ સાથે કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો વધીને 30,506 ઉપર પહોચી ગયો છે. સુરતમાં અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા 22,317 ઉપર થઈ છે. જયારે કોરોના ખપ્પરમાં સપડાયેલા 682 દર્દીઓના જીવ ગયા છે. જિલ્લામાં 105 કેસ સાથે કેસની સંખ્યા 8,189 થઈ છે અને 258 દર્દીઓના મોત થયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરતમાં માર્ચ મહિનામાં સોથી પહેલો કેસ આવ્યો હતો ત્યારબાદ ધીરેધીરે કોરોનાઍ સમગ્ર શહેર અને જિલ્લાને પોતાના બાનમાં લઈ લીધો હતો. તબક્કાવાર રીતે ઍક પછી ઍક ઝોન અને તાલુકા વિસ્તારમાં સંકજા કસ્યો હતો.ઍક તબક્કે સુરતમાં કોરોના રાફડો ઍટલી હદે ફાટ્યો હતો કે રાજયના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીઍ પણ સુરત દોડી આવ્યા હતા. કોરોનાને કાબુમાં લેવા માટે તંત્ર સાથે બેઠકો કરી હતી. સરકાર અને તંત્રના અર્થાગ પ્રયાસ વચ્ચે કોરોના કાબુમાં આવી ગયો હતો.

પરંતુ લોકો તંત્ર દ્વારા કરવામાં આવતી અપીલને ગણકારી કોઈ માસ્ક કે સોશ્યિલ ડિસ્ટન્સ નહી જાળવાને પગલે માંડ માંડ કાબુમા આવેલો કોરોના ફરીથી વિફર્યો હતો. અને આ વખતે કોરોના બાકી રહેલા અઠવા ઝોનને ઝપડમાં લીધો હતો તો જિલ્લામાં પણ કામરેજ તાલુકામાં રાફડો ફાટ્યો હતો. ઍકબાજુ કેસો સતત વધી રહ્યા છે. અને તંત્રની ચિંતિત બન્યુ છે તો બીજી તરફ લોકોમાં હવે કોરોનાનો ડર રહ્યો નથી. સતત વધતા જતા કેસો વચ્ચે આજે વધુ 213 કેસ નોધાયા છે આ સાથે કુલ કેસનો આંકડો વધીને 30,506 થયો છે. અને અત્યાર સુધીમાં મરણાંક 940 થયો છે.