કોરોના: સરકારે મંગાવ્યું ‘ખાસ’ મશીન, 24 કલાકમાં 1200 ટેસ્ટિંગ કરશે

અટલ સમાચાર, ડેસ્ક કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. ત્યારે દેશમાં કોરોનાના તપાસની સંખ્યા 20 લાખ પહોંચી છે. હવે રોજના લગભગ 1 લાખ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. આ ટેસ્ટ 504 સરકારી અને ખાનગી લૅબમાં કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન ઓછા સમયમાં કોરોનાની વધુ તપાસ માટે COBAS 6800 મશીન લાવવામાં આવ્યું છે.
 
કોરોના: સરકારે મંગાવ્યું ‘ખાસ’ મશીન, 24 કલાકમાં 1200 ટેસ્ટિંગ કરશે

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. ત્યારે દેશમાં કોરોનાના તપાસની સંખ્યા 20 લાખ પહોંચી છે. હવે રોજના લગભગ 1 લાખ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. આ ટેસ્ટ 504 સરકારી અને ખાનગી લૅબમાં કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન ઓછા સમયમાં કોરોનાની વધુ તપાસ માટે COBAS 6800 મશીન લાવવામાં આવ્યું છે. જેને NCDC એટલે કે નેશનલ સેન્ટર ફોર ડિસિઝ કન્ટ્રોલને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને ગુરુવારે સોંપી દીધું. ભારતમાં કોરોના ટેસ્ટ કરતું આ પહેલું ખાસ મશીન છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

NCDC સેન્ટરમાં આ અત્યાધુનિક મશીન દ્વારા હવે તપાસ કરવામાં આવશે. આ મશીનથી 24 કલાકમાં 1200 સેમ્પલ ટેસ્ટ થઈ શકશે. જેના કારણે એક સાથે અનેક સેમ્પલ ટેસ્ટ થઈ શકે છે. આ મશીનના કારણે કોઈ સેમ્પલ ટેસ્ટ કરવાના બાકી રહ્યા હશે તે વહેલી તકે કરી શકાશે. મશીનને NCDCને સોંપતા ડૉ. હર્ષવર્ધને કહ્યું કે મશીન રોબોટિક્સથી સજ્જ છે. જેનાથી હેલ્થકેર વર્કર્સને ઇન્ફેક્શનનો ખતરો નહીં રહે. ટેસ્ટ પણ મોટી સંખ્યામાં થઈ શકશે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, COBAS 6800 મશીનને ટેસ્ટિંગ માટે ઓછામાં ઓછા BSL2 અને નિયંત્રણ લેવલની લૅબની જરૂર હોય છે. તેને કોઈ પણ ફેસિલિટી પર નથી રાખી શકાતું. COBAS 6800 વાયરસ હેપેટાઇટિસ બી એન્ડ સી, એચઆઈવી, એમટીબી, પૈપિલોમા, સીએમવી, ક્લૈમાઇડિયા અને નેયસેરેમિયા જેવા લક્ષણોની ભાળ મેળવવામાં સક્ષમ છે.