કોરોનાઃ આ સ્થળે નવજાત બાળકનો જન્મ થવાથી તેનું નામ લોકડાઉન પાડ્યુ

અટલ સમાચાર, ડેસ્ક સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનો ભરડો જોવા મળી રહ્યો છે. અને દેશમાં કોરોના વાયરસને લઈ લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ છે. યૂપી સરકાર આ લોકડાઉન દરમિયાન લોકોની સહાયતા માટે સળંગ અભિયાન ચલાવી રહી છે. સહાયતા, પરેશાનીના તમામ સમાચાર સામે આવી રહ્યા છે. આ બધા વચ્ચે ઉત્તર પ્રદેશના દેવરિયામાં નવજાત બાળકનું નામ લોકડાઉન રાખવામાં આવ્યું
 
કોરોનાઃ આ સ્થળે નવજાત બાળકનો જન્મ થવાથી તેનું નામ લોકડાઉન પાડ્યુ

અટલ સમાચાર, ડેસ્ક

સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનો ભરડો જોવા મળી રહ્યો છે. અને દેશમાં કોરોના વાયરસને લઈ લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ છે. યૂપી સરકાર આ લોકડાઉન દરમિયાન લોકોની સહાયતા માટે સળંગ અભિયાન ચલાવી રહી છે. સહાયતા, પરેશાનીના તમામ સમાચાર સામે આવી રહ્યા છે. આ બધા વચ્ચે ઉત્તર પ્રદેશના દેવરિયામાં નવજાત બાળકનું નામ લોકડાઉન રાખવામાં આવ્યું છે. બાળકના પરિવારજનોનું માનવું છે કે, કોરોના વાયરસના કારણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશભરમાં લોકડાઉનનો નિર્ણય લીધો છે, તે દેશ હિતમાં છે. આજ કારણ છે કે, તેમણે પોતાના બાળકનું નામ લોકડાઉન રાખ્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉત્તર પ્રદેશના દેવરિયામાં નવજાત બાળકનું નામ લોકડાઉન રાખવામાં આવ્યું છે. નવજાતના માતા-પિતાએ આપસી સહમતિથી નામકરણ કર્યું છે. તેમનું કહેવું છે કે, દેશમાં લોકડાઉનના ચાલતા તેમણે પોતાના બાળકનું નામ આ રાખવાનો નિર્ણય લીધો છે. કોરોના વાયરસથી બચાવનો સંદેશ આપવા માટે તેમણે આ નામ રાખવાનો નિર્ણય કર્યો છે. આ પરિવાર ખુખૂંદ કસ્બાનું રહેવાસી છે. તેમનું કહેવું છે કે, કોરોના વાયરસ જેવી બિમારીથી બચવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે નિર્ણય લીધો છે દેશહિતમાં છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, ખુખુંદ કસ્બાના રહેવાસી એક પરિવારમાં સોમવારે બાળકનો જન્મ થયો. કોરોના સંકટને જોતા પરિવારજનોએ આ બાળકનું નામ લોકડાઉન રાખી દીધુ. બાળકના પિતા પવન કહે છે કે, તે દેશના પ્રધાનમંત્રીના મિશનને આગળ વધારી રહ્યા છે. પવને એ પણ કહ્યું કે, કોરોના વાયરસના સંક્રમણના ખતરાને જોતા દેશના પ્રધાનમંત્રી સળંગ એક પછી એક નિર્ણય લઈ રહ્યા છે. સરકાર આ મહામારીને રોકવા માટે જે પગલા ભરી રહી છે, તેનું આપણે બધાએ પાલન કરવું જોઈએ.