કોરોના વાઈરસઃ ઈટાલીમાં અત્યાર સુધી 34 લોકોના મોત 1694 નવા કેસ નોંધાયા

અટલ સમાચાર, ડેસ્ક કોરોના વાઇરસનો હાહાકાર અન્ય દેસોમાં પણ વધતો જાય છે. ઈરાનમાં 14 લોકોના મોત થયા છે. ભારત અહીંથી ભારતીયોને કાઢવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જ્યારે ઈટાલીના લોમ્બાર્ડી વિસ્તારમાં 85ભારતીય વિદ્યાર્થીઓને એક સપ્તાહ માટે એકબીજાથી અલગ પાડી દેવામાં આવ્યા છે. અમુકવિદ્યાર્થીઓએ ભારત પરત આવવા માટે એર ટીકિટ બુક કરાવી હતી પરંતુ કોરોના વાઈરસના કારણેરોજ
 

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના વાઇરસનો હાહાકાર અન્ય દેસોમાં પણ વધતો જાય છે. ઈરાનમાં 14 લોકોના મોત થયા છે. ભારત અહીંથી ભારતીયોને કાઢવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જ્યારે ઈટાલીના લોમ્બાર્ડી વિસ્તારમાં 85ભારતીય વિદ્યાર્થીઓને એક સપ્તાહ માટે એકબીજાથી અલગ પાડી દેવામાં આવ્યા છે. અમુકવિદ્યાર્થીઓએ ભારત પરત આવવા માટે એર ટીકિટ બુક કરાવી હતી પરંતુ કોરોના વાઈરસના કારણેરોજ ફ્લાઈટો રદ્દ થઈ રહી છે. ઈટાલીમાં અત્યાર સુધી 34 લોકોના મોત થયા છે અને 1694 નવા કેસનોંધાયા છે. જ્યારે દુનિયામાં કોરોના વાઈરસના કારણે થયેલા મોતનો આંક 3 હજારને પાર થઈ ગયો છે અને કુલ 88,385 ઈન્ફેક્શનના કેસ નોંધાયા છે.

બેંગલુરૂની એક વિદ્યાર્થીની અંકિતા કેએસએ એક અંગ્રેજી ન્યૂઝ પેપરને જણાવ્યું છે કે, અમારામાંથી અડધા વિદ્યાર્થીઓએ ટીકિટ બુક કરાવી હતી પરંતુ ફ્લાઈટ રોજ રદ થઈ રહી છે. નવી ટીકિટ ઘણી મોંઘી છે. અહિં કરિયાણાની દુકાનોમાં ઝડપથી સ્ટોક ખતમ થઈ રહ્યો છે. અમને ડર છે કે, સ્થિતિ વધારે ખરાબ થઈ શકે છે. તેથી ભારત સરકારને અપીલ છે કે, અમને અહીંથી બહાર કાઢવાના યોગ્ય પગલાં લે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સૂત્રોના જણાવ્યા પ્રમાણે પાવિયામાં ફસાયેલા 85 ભારતીય વિદ્યાર્થીઓમાં 25 તેલંગાણા, 20 કર્ણાટક, 15 તમિલનાડુ, 4 કરેળ, 2 દિલ્હી અને રાજસ્થાન, ગુડગાવ અને દેહરાદૂનના 1-1 છે. તેમાંથી અંદાજે 65 એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ છે. ચીનની બહાર સૌથી વધારે ઈન્ફેક્શન દક્ષિણ કોરિયામાં નોંધવામાં આવ્યું છે. અહીં 3,736 કેસ નોંધાયા છે, જ્યારે 17 લોકોના મોત થયા છે. ચીનમાં એક દિવસમાં 42 લોકોના મોત થયા છે. ચીનમાં મોતનો કુલ આંક 2912 થઈ ગયો છે.