કોરોના વાઈરસઃ ચીનમાં અત્યાર સુધી 562ના મોત, હજારો લોકોને ઈન્ફેક્શન

અટલ સમાચાર, ડેસ્ક કોરોના વાઈરસના કારણે 5 વધુ શંકાસ્પદ દર્દીઓને દિલ્હીની આરએમએલ હોસ્પિટલમાં બુધવારે દાખલ કરવામાં આવ્યા છે. તેમાં એક મહિલા પણ સામેલ છે. હોસ્પિટલમાં દાખલ શંકાસ્પદ દર્દીઓની સંખ્યા હવે 12 થઈ ગઈ છે. તપાસ માટે દરેક દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા છે. ઓબ્ઝર્વેશન માટે તેમને આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે. બીજી બાજુ ચીનમાં કોરોના વાઈરસના
 
કોરોના વાઈરસઃ ચીનમાં અત્યાર સુધી 562ના મોત, હજારો લોકોને ઈન્ફેક્શન

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના વાઈરસના કારણે 5 વધુ શંકાસ્પદ દર્દીઓને દિલ્હીની આરએમએલ હોસ્પિટલમાં બુધવારે દાખલ કરવામાં આવ્યા છે. તેમાં એક મહિલા પણ સામેલ છે. હોસ્પિટલમાં દાખલ શંકાસ્પદ દર્દીઓની સંખ્યા હવે 12 થઈ ગઈ છે. તપાસ માટે દરેક દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા છે. ઓબ્ઝર્વેશન માટે તેમને આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે. બીજી બાજુ ચીનમાં કોરોના વાઈરસના કારણે મૃતકોની સંખ્યા 562 થઈ ગઈ છે. હુબેઈ રાજ્યમાં બુધવારે કુલ 70 લોકોના મોત થયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સીએનએનના જણાવ્યા પ્રમાણે, ચીનમાં અત્યાર સુધી 27,378 લોકોને ઈન્ફેક્શન થયું હોવાનો ખુલાસો થયો છે. ચીનની બહાર હોંગકોંગ અને પેલેસ્ટાઈનમાં પણ 1-1 યુવકનું મોત થયું છે. ચીન વિદેશ મંત્રાલય પ્રમાણે 21 દેશોમાંથી બેઈજિંગમાં ફેલાયેલી મહામારીને રોકવા અને નિયંત્રણમાં લેવા માટે ડોનેશન મળ્યું છે.

સમગ્ર દુનિયામાં કોરોના વાઈરસ ફેલાઈ રહ્યો છે. WHO આ વૈશ્વિક મહામારીને રોકવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જોકે હજી સુધી કોરોના વાઈરસની કોઈ દવા શોધાઈ નથી. અમુક સ્વાસ્થય સંગઠન તે વિશે રિસર્ચ કરી રહ્યા છે. એચઆઈવી અને અન્ય અન્ટીવાઈરલ દવાઓના મિશ્રણથી અમુક સકારાત્મક પરિણામો આવી રહ્યા છે.