કોરોના વાયરસ: NEET UGની પરીક્ષા ટળી, જાણો હવે ક્યારે લેવાશે

અટલ સમાચાર, ડેસ્ક દેશભરમાં ફેલાયેલા કોરોના વાયરસના સંક્રમણને જોતા લોકડાઉનના કારણે National Eligibility cum Entrance Test (NEET) એન્ટ્રેસ એક્ઝામને એચઆરડી મંત્રાલયે આગળ વધારી દીધી છે. માનવ સંશાધન વિકાસ મંત્રાલયએ નીટ 2020 યૂજીની પરીક્ષાને હાલ રદ્દ કરી દીધી છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો લગભગ બધા બોર્ડે પોતાની પરીક્ષા અને ક્લાસને સ્થગિત કરી
 
કોરોના વાયરસ: NEET UGની પરીક્ષા ટળી, જાણો હવે ક્યારે લેવાશે

અટલ સમાચાર, ડેસ્ક

દેશભરમાં ફેલાયેલા કોરોના વાયરસના સંક્રમણને જોતા લોકડાઉનના કારણે National Eligibility cum Entrance Test (NEET) એન્ટ્રેસ એક્ઝામને એચઆરડી મંત્રાલયે આગળ વધારી દીધી છે. માનવ સંશાધન વિકાસ મંત્રાલયએ નીટ 2020 યૂજીની પરીક્ષાને હાલ રદ્દ કરી દીધી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

લગભગ બધા બોર્ડે પોતાની પરીક્ષા અને ક્લાસને સ્થગિત કરી દીધા છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓને પણ ટાળી દેવામાં આવી છે. નીટ યૂજી 2020 પરીક્ષા પહેલા જેઈઈ મેનની સ્થગિત કરી દીધી હતી પણ નીટ યૂજી 2020ને સ્થિતિ સ્પષ્ટ ન હતી. જે હવે સ્પષ્ટ બની ગઈ છે. કેન્દ્રીય માનવ સંશાધન વિકાસ મંત્રી ડોં. રમેશ પોખરિયાલ નિશંકે ટ્વિટ કરીને જાણકારી આપી હતી કે મે ના અંતિમ સપ્તાહ સુધી પરીક્ષાને સ્થગિત કરી દેવામાં આવી છે.

લ્લેખનીય છે કે નીટની પરીક્ષા 3 મે ના રોજ નિર્ધારિત કરવામાં આવી હતી. જ્યારે જેઈઈની એક્ઝામ એપ્રિલમાં થવાની હતી. સૂત્રોના મતે હવે બંને પરીક્ષાઓ મે ના અંતિમ સપ્તાહના શેડ્યુલમાં કરવામાં આવી શકે છે. દેશમાં શુક્રવારે સાંજ સુધી કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 00 ને પાર થઇ છે. સાથે તેનાથી 21 લોકોના મોત થયા છે. શુક્રવારે સ્વાસ્થ્ય મંત્રાલયે (MHA)એક પ્રેસ કોન્ફરન્સમાં આ જાણકારી આપી હતી.