કોરોના વાયરસઃ ગુજરાતમાં કુલ કેસ પોઝિટિવ 38, અમદાવાદમાં સૌથી વધુ

અટલ સમાચાર, ડેસ્ક વડાપ્રધાન મોદીએ ગત રોજ સમગ્ર દેશ માટે કોરોના વાયરસને ધ્યાને રાખી 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરી છે. દેશમાં કોરોના વાયરસના કારણે દર્દીઓની સંખ્યા વધી રહી છે. આ સાથે ગુજરાતમાં પણ કોરોના વાયરસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં 24 કલાકમાં 4 નવા કેસ સામે આવ્યા છે. ત્યારે ગુજરાતમાં કુલ આંકડો 38 થયો
 
કોરોના વાયરસઃ ગુજરાતમાં કુલ કેસ પોઝિટિવ 38, અમદાવાદમાં સૌથી વધુ

અટલ સમાચાર, ડેસ્ક

વડાપ્રધાન મોદીએ ગત રોજ સમગ્ર દેશ માટે કોરોના વાયરસને ધ્યાને રાખી 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરી છે. દેશમાં કોરોના વાયરસના કારણે દર્દીઓની સંખ્યા વધી રહી છે. આ સાથે ગુજરાતમાં પણ કોરોના વાયરસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં 24 કલાકમાં 4 નવા કેસ સામે આવ્યા છે. ત્યારે ગુજરાતમાં કુલ આંકડો 38 થયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાતના અલગ અલગ જીલ્લાઓમાં કોરોના વાયરસના કેસ સામે આવ્યા છે. જેમાં સૌથી વધારે અમદાવાદમાં સામે આવ્યા છે. અમદાવાદ 14, સુરત 7, રાજકોટ 3, વડોદરા 7, ગાંધીનગર 6, કચ્છ 1. અમદાવાદની એક મહિલાનું ટ્રાવેલ હિસ્ટ્રી, સુરત અને વડોદરામાં લોકલ ટ્રાન્સમિસન કેસ છે.

કોરોના વાયરસના સંક્રમણનું ચક્ર ખતમ કરવા માટે પીએમ મોદીએ સાવચેતીનું પગલું ભરવાની જાહેરાત કરી છે. આ હેઠળ સમગ્ર હિન્દુસ્તાનમાં 21 દિવસ માટે લૉકડાઉન કરવાની જાહેરાત કરી દીધી છે. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજ રાતે 12 વાગ્યાથી સમગ્ર ભારતમાં લૉકડાઉન લાગૂ થઇ રહ્યું છે. મંગળવાર રાતે 8 વાગ્યે પ્રધાનમંત્રીએ દેશના નામ સંબોધનમાં દેશવ્યાપી લૉકડાઉનની જાહેરાત કરી.