કોરોના@ઉ.ગુ: મહેસાણામાં 29 કેસ સામે 14 દર્દી સાજા થયા, પાટણમાં નવા 29 પોઝિટીવ

અટલ સમાચાર, મહેસાણા, પાટણ(દિવ્યાંગ જોષી) દિવાળીના તહેવાર વચ્ચે કોરોના સંક્રમણ કાબૂ બહાર ગયુ હોવાથી આજે ઉત્તર ગુજરાતના મહેસાણા-પાટણમાં મળી નવા 58 કેસ સામે આવ્યા છે. આ તરફ મહેસાણા જીલ્લામાં નવા 14 દર્દી સાજા થતાં તમામને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. અનલોકમાં મળેલી છૂટ અને દિવાળી ટાંણે આવન-જાવન વધતાં સંક્રમણ રોકેટ ગતિએ આગળ વધી રહ્યુ છે.
 
કોરોના@ઉ.ગુ: મહેસાણામાં 29 કેસ સામે 14 દર્દી સાજા થયા, પાટણમાં નવા 29 પોઝિટીવ

અટલ સમાચાર, મહેસાણા, પાટણ(દિવ્યાંગ જોષી)

દિવાળીના તહેવાર વચ્ચે કોરોના સંક્રમણ કાબૂ બહાર ગયુ હોવાથી આજે ઉત્તર ગુજરાતના મહેસાણા-પાટણમાં મળી નવા 58 કેસ સામે આવ્યા છે. આ તરફ મહેસાણા જીલ્લામાં નવા 14 દર્દી સાજા થતાં તમામને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. અનલોકમાં મળેલી છૂટ અને દિવાળી ટાંણે આવન-જાવન વધતાં સંક્રમણ રોકેટ ગતિએ આગળ વધી રહ્યુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લામાં નવા 29 કેસ

મહેસાણા જીલ્લામાં આજે કોરોના વાયરસના નવા 29 કેસ પોઝિટીવની સામે 14 દર્દી સાજા થતાં રજા આપવામાં આવી છે. આજે મહેસાણા શહેરમાં 2, ઊંઝા શહેરમાં 6, કડી શહેરમાં 2, વિસનગર શહેરમાં 3, ખેરાલુ શહેરમાં 3, વડનગર શહેરમાં 2, મહેસાણા તાલુકાના ખેરવા, નાગલપુર અને મેઘાલિયાસણમાં 1-1, ઊંઝાના વિશોળમાં 1, કડીના ખાવડમાં 1, બલાસરમાં 2, વિસનગરના તરભમાં 1, વિજાપુરના ફતેપુરામાં 1, જોટાણામાં 1 અને વડનગરના સબલપુરમાં 1 મળી નવા 29 કેસ નોંધાયા છે.

કોરોના@ઉ.ગુ: મહેસાણામાં 29 કેસ સામે 14 દર્દી સાજા થયા, પાટણમાં નવા 29 પોઝિટીવ

પાટણ જીલ્લામાં નવા 29 લોકો પોઝિટીવ

પાટણ જીલ્લામાં સતત કોરોના સંક્રમણ વધી રહ્યુ હોઇ દરરોજ ડબલ આંકડામાં નવા કેસો સામે આવી રહ્યા છે. આજે પાટણ શહેરમાં 15, હારીજ શહેરમાં 2, હારીજ તાલુકાના માલસુંદ અને કુરેજામાં 1-1, ચાણસ્મા તાલુકાના પલાસર, ખોરસમ અને મીઠાધરવામાં ‌1-1, સિધ્ધપુર શહેર, સમોડા અને કુંવારામાં 1-1, રાધનપુર શહેરમાં 2 અને સરસ્વતી તાલુકાના સરીયદમાં 1 મળી નવા 29 કેસ નોંધાયા છે.