કોરોના@ઉ.ગુ: મહેસાણામાં 31 કેસ સામે 19 દર્દી સાજા થયાં, બનાસકાંઠામાં 51 પોઝિટીવ

અટલ સમાચાર, મહેસાણા ઉત્તર ગુજરાતના મહેસાણા અને બનાસકાંઠા જીલ્લામાં કોરોના બેકાબૂ બન્યો હોય તેમ દરરોજ ડબલ આંકડામાં નવા કેસો સામે આવી રહ્યા છે. આજે મહેસાણામાં 31 અને બનાસકાંઠામાં 51 મળી નવા 82 કેસ નોંધાયા છે. આ તરફ મહેસાણા જીલ્લામાં અગાઉ કોરોના પોઝિટીવ જાહેર થયેલા 19 દર્દી સાજા થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આરોગ્ય તંત્ર
 
કોરોના@ઉ.ગુ: મહેસાણામાં 31 કેસ સામે 19 દર્દી સાજા થયાં, બનાસકાંઠામાં 51 પોઝિટીવ

અટલ સમાચાર, મહેસાણા

ઉત્તર ગુજરાતના મહેસાણા અને બનાસકાંઠા જીલ્લામાં કોરોના બેકાબૂ બન્યો હોય તેમ દરરોજ ડબલ આંકડામાં નવા કેસો સામે આવી રહ્યા છે. આજે મહેસાણામાં 31 અને બનાસકાંઠામાં 51 મળી નવા 82 કેસ નોંધાયા છે. આ તરફ મહેસાણા જીલ્લામાં અગાઉ કોરોના પોઝિટીવ જાહેર થયેલા 19 દર્દી સાજા થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આરોગ્ય તંત્ર દ્રારા આજે નોંધાયેલા તમામ દર્દીઓને આઇસોલેશન વોર્ડમાં ખસેડવા કવાયત હાથ ધરવામાં આવી છે.

મહેસાણામાં આજે 31 કેસ

મહેસાણા જીલ્લામાં આજે કોરોના વાયરસના નવા 31 કેસ સામે 19 દર્દી સાજા થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આજે મહેસાણા શહેરમાં એકસાથે 15, ઊંઝા શહેરમાં 4, વિજાપુર શહેરમાં 2 અને ખેરાલુ શહેરમાં 1 કેસ નોંધાયો છે. આ તરફ ગ્રામ્ય પંથકની વાત કરીએ તો મહેસાણા તાલુકાના વડોસણમાં 1 અને પાંચોટ(OG)માં 4, વિસનગરના કડા, દેણપ અને બાસણામાં 1-1 અને કડીના ડાંગરવામાં 1 મળી જીલ્લામાં નવા 31 કેસ નોંધાયા છે.

બનાસકાંઠા જીલ્લામાં 51 કેસ

બનાસકાંઠા જીલ્લામાં દિવાળીના તહેવારો બાદ કોરોના સંક્રમણ કાબૂ બહાર ગયુ હોઇ આજે એકસાથે નવા 51‌ કેસ નોંધાયા છે. આજે પાલનપુરમાં 6, વડગામમાં 2, ડીસામાં 18, લાખણીમાં 1, ધાનેરામાં 3, કાંકરેજમાં 2, દિયોદરમાં 1, ભાભરમાં 2, સુઇગામમાં 1 અને RTPCRમાં ડીસામાં 6 અને ભાભરમાં 2 મળી જીલ્લામાં નવા 51 કેસ નોંધાયા છે.