કોરોના@ઉ.ગુ: મહેસાણા 43 કેસ સામે 23 દર્દી સાજા થયાં, પાટણમાં નવા 17 પોઝિટીવ

અટલ સમાચાર, મહેસાણા ઉત્તર ગુજરાતના મહેસાણા અને પાટણમાં કોરોના સંક્રમણ બેકાબૂ બન્યું હોઇ દરરોજ ડબલ આંકડામાં નવા કેસો સામે આવી રહ્યા છે. આજે મહેસાણા જીલ્લામાં નવા 43 સામે 23 દર્દી સારવાર દરમ્યાન સાજા થતાં તમામને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ તરફ પાટણમાં ગત દિવસોની સરખામણીએ થોડીક રાહત મળી હોય તેમ 17 દર્દી ઉમેરાયાં છે.
 
કોરોના@ઉ.ગુ: મહેસાણા 43 કેસ સામે 23 દર્દી સાજા થયાં, પાટણમાં નવા 17 પોઝિટીવ

અટલ સમાચાર, મહેસાણા

ઉત્તર ગુજરાતના મહેસાણા અને પાટણમાં કોરોના સંક્રમણ બેકાબૂ બન્યું હોઇ દરરોજ ડબલ આંકડામાં નવા કેસો સામે આવી રહ્યા છે. આજે મહેસાણા જીલ્લામાં નવા 43 સામે 23 દર્દી સારવાર દરમ્યાન સાજા થતાં તમામને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ તરફ પાટણમાં ગત દિવસોની સરખામણીએ થોડીક રાહત મળી હોય તેમ 17 દર્દી ઉમેરાયાં છે. આમ, મહેસાણા અને પાટણ જીલ્લામાં મળી આજે કુલ 60 કેસ નોંધાયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લામાં નવા 43 કેસ સામે 23 દર્દી સાજા થયાં

મહેસાણા જીલ્લામાં આજે કોરોના વાયરસના નવા 43 કેસની સામે 23 દર્દી કોરોનાની સારવાર દરમ્યાન સાજા થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આજે મહેસાણા શહેરમાં એકસાથે નવા 20 કેસ, વિસનગર શહેરમાં 3 અને કડી શહેરમાં 2 કેસ નોંધાયા છે. આ તરફ મહેસાણા તાલુકાના જોરણંગ અને ખદલપુરમાં 1-1, સામેત્રામાં 1-1‌ કેસ નોંધાયો છે.

કોરોના@ઉ.ગુ: મહેસાણા 43 કેસ સામે 23 દર્દી સાજા થયાં, પાટણમાં નવા 17 પોઝિટીવ

પાટણ જીલ્લામાં ગત દિવસોની સરખામણીએ થોડીક રાહત

પાટણ જીલ્લામાં સતત વધી રહેલા કોરોના કેસ વચ્ચે આજે થોડીક રાહત મળી હોય તેમ નવા 17 દર્દી ઉમેરાયા છે. આજે પાટણ શહેરમાં 11 અને ધારપુર કેમ્પસમાં 1 કેસ નોંધાયો છે. આ સાથે ચાણસ્મા શહેરમાં 1 અને તાલુકાના કંબોઇમાં 1 કેસ, સિધ્ધપુર શહેરમાં 2 અને સાંતલપુર તાલુકાના લોદ્રા ગામે 1 કેસ મળી જીલ્લામાં નવા 17 કેસ નોંધાયા છે.